મોરબીમાં ખોજા જમાતખાના-ઉમા ટાઉનશીપ ખાતે અક્ષત કળશનું સ્વાગત-પૂજન કરાયું
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરેલ છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો જતીન કાંતિભાઈ મુછાડીયા (૨૧) નામનો યુવાન બાઇકમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રીક્ષા સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં જતીનને ઈજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારીને સોપવામાં આવેલ છે
બાળક સારવારમાં
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા જુસબ ગુલામહુસેન જેડા (૬) નામના બાળકને તે તેના ઘરે હતો ત્યારે ભમરો કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
ઝેરી દવા પીધી
મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઇ ચૌહાણ (૩૫) નામના યુવાને કોઇ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવી આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે