મોરબીના છાત્રાલય રોડ ઉપર કચરના ઢગલા- ટ્રાફિક સમસ્યાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિકો ત્રાહિમામ
મોરબી જીલ્લા કોર્ટના કમ્પાઉન્ડમાં હવે આડેધડ વાહન પાર્ક કરનારા સાવધાન
SHARE
મોરબી જિલ્લા કોર્ટના કમ્પાઉન્ડમાં ત્યાં આવતા વકીલો સહિતા લોકો વાહનો રસ્તામા નડતર થાય તે રીતે આડેધડ કોઈ પણ જગ્યાએ પાર્ક કરે છે જેથી તેને યોગ્ય જગ્યાએ પાર્ક કરવા માટે હાલમાં મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એ.ડી.ઓઝા દ્વારા પરિપત્ર લખવામાં આવેલ છે
મોરબી જીલ્લા કોર્ટ પાસે વાહન પાર્ક કરવાના લીધે ઘણી અવ્યવસ્થા સર્જાઈ રહી છે જેને ધ્યાને લઈ મોરબી મધ્યે કાર્યરત તમામ અદાલતોના કર્મચારીઓ, તમામ વકીલઓ તેમજ કોર્ટ કાર્યવાહી સબબ આવતા તમામ પક્ષકારોને આ પરીપત્રથી જણાવવામા આવે છે કે, કોઈએ પણ પોતાનું વાહન કોર્ટ કમ્પાઉન્ડમાં વાહન પાર્કીંગ માટે નિયત કરવામાં આવેલ જગ્યા સિવાય રસ્તામાં નડતર થાય તે રીતે આડેધડ પાર્ક કરવુ નહી અને જો કોઇ તે રીતે વાહન મુકશે તો તે વાહન ડીટેઈન કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરાવવામા આવશે