વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓને કીચન ગાર્ડન, કેનીંગ અને અર્બન હોર્ટીરલ્ચર અંગે માહિતગાર કરાઇ


SHARE









મોરબીમાં મહિલાઓને કીચન ગાર્ડન, કેનીંગ અને અર્બન હોર્ટીરલ્ચર અંગે માહિતગાર કરાઇ

રાજયભરમાં “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” તરીકેની તાલીમ આપવાની નવી યોજનાના તાલીમ વર્ગો નાયબ બાગાયત નિયામની ક્ચેરી મોરબી અને કે.વી.કે., મોરબીના સંયુક્ત ઉપક્ર્મે આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીની કડવા પટેલ મહિલા કોલેજ ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંગેની એક દિવસીય તાલીમનું આયોજન જિલ્લા નાયબ બાગાયત નિયામક એન. એમ. કામરીયા, મોરબી બાગાયત અધિકારી બી.એચ. કોઠારીયા, હળવદ બાગાયત અધિકારી ડી.જી. પ્રજાપતિ, મોરબી બાગાયત મદદનિશ વી.એન. પરસાણા તેમજ મોરબી કે.વી.કે. ના વિષય નિષ્ણાંત શ્રીમતિ એચ.એચ. પડસુમીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા કોલેજના પ્રોફેસર દક્ષાબેન પટેલ, મોનીકાબેન પટેલ અને વનીતાબેન કગથરા હાજર રહ્યા હતા. આ તાલીમમાં કિચન ગાર્ડનીંગ, કેનીંગ અને અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમા મુખ્યત્વે કિચન ગાર્ડન અને તેનુ મહત્વ તથા તેમાં વપરાતા બાગાયતી યંત્રો, ટેરેસ ગાર્ડન અને ઇન્ડોર ગાર્ડનનું મહત્વ, ફળ અને શાકભાજીનું આહારમાં મહત્વ તથા બાગાયતી પાકની હાલની સ્થિતિ અને કિચન ગાર્ડનમાં આવતા મુખ્ય રોગ અને જીવાતો અને તેનુ નિયંત્રણ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવેલ તેમજ કિચન ગાર્ડનમાં થઇ શકે તેવા બિયારણ કિટનું પણ વિતરણ કરવામાં આવેલ, જેમા ૬૫ થી વધુ મહિલાઓ એ ઉત્સાહથી ભાગ લીધો હતો તેમ નાયબ બાગાયત નિયામકની કચેરી મોરબીની યાદીમા જણાવાયું છે.




Latest News