મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિેજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને પાલિકાના અધિકારી-પદાધિકારીઓની બેઠક


SHARE







મોરબીમાં મંત્રી બ્રિેજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને પાલિકાના અધિકારી-પદાધિકારીઓની બેઠક

રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિેજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને આવતી કાલે તા. ૯-૧૦ ના રોજ કલેક્ટર કચેરી ખાતે પાલિકા કક્ષાના વિવિધ કામો માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પાલિકાના વિવિધ કામો જેવા કે રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ, આવાસ સહિતના વિવિધ મુદ્દે બાકી રહેતા કામો, તેમજ પ્રગતિ પરના કામોની ચર્ચા હાથ ધરવામાં આવશે. હાલમાં પ્રગતિમાં રહેલા કામોને તાત્કાલીક પૂર્ણ કરવા તેમજ નવા મંજૂર થયેલા કામોને તાત્કાલીક શરૂ કરવા માટેના આયોજન અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ સમીક્ષા બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેનો અને સંગઠનમાંથી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા સહિતના હોદેદારો હાજર રહેશે 






Latest News