માળીયા(મિં.): ખાનગી બસના ડ્રાઇવર-કલીનરે ચાલુ વાહને પરિણિતા સાથે આચર્યું દુષ્કર્મ
SHARE
માળીયા(મિં.): ખાનગી બસના ડ્રાઇવર-કલીનરે ચાલુ વાહને પરિણિતા સાથે આચર્યું દુષ્કર્મ
મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં મજૂરી કામ માટે એમપીથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસીને મોરબી આવી રહેલી મજુર મહિલા ઉપર દાહોદ નજીક ચાલુ બસે ડ્રાઇવર-કલીનર દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જેથી કરીને ભોગ બનેલ મહિલાએ મોરબી પહોંચીને ૧૮૧ અભયમમાં જાણ કરી હતી.બાદમાં આ સમગ્ર બાબતે મોરબી ખાતે જાણ થતા મોરબી જિલ્લા પોલીસવડા (એસપી) ની સૂચનાથી ડ્રાઇવર-કલીનરની સામે ઝીરો (૦) નંબરની એફઆઈઆર નોંધીને ગુનો નોંધવામાં આવ્યો હતો.તેમજ આ બાબતે દાહોદ પોલીસમાં જાણ કરવામાં આવી હોવાનું હાલ માળિયા(મિં.) પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે
દુષ્કર્મના આ કેસની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના રાજગઢ વિસ્તારમાંથી મજૂરી કામ માટે મોરબીના હળવદ ખાતે ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસીને મજુર પરિણિતા એકલી આવી રહી હતી અને તેણી જ્યારે ખાનગી ટ્રાવેલ્સ બસમાં એકલી હતી ત્યારે સ્લીપર કોચ બસના બોકસ કેબીનમાં તેણીની ઉપર દાહોદ જીલ્લાના ગરબાડા નજીક ખાનગી બસના ડ્રાઇવર તેમજ ક્લીનર દ્વારા વારા ફરતી દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો.જેથી કરીને ભોગ બનેલ મહિલા જ્યારે મોરબી પહોંચી ત્યારે અહીં ૧૮૧ અભયમમાં જાણ કરવામાં આવી હતી અને બાદમાં આ બાબતે માળિયા મીંયાણા પોલીસ મથક ખાતે જાણ કરાઈ હતી.જેથી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી હાલમાં માળીયા પોલીસ મથક ખાતે ઝીરો (૦) નંબરથી એફઆઇઆર નોંધવામાં આવી છે અને ખાનગી બસના ડ્રાઇવર તથા કલીનર એમ બે ઇસમો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધીને આગળની તપાસ અર્થે દાહોદ પોલીસમાં આ બાબતે જાણ કરાઈ છે.
વધુમાં પ્રાપ્ત વિગત મુજબ ભોગ બનેલ મજુર મહિલા ઈન્દોર-મુન્દ્રાની ખાનગી બસમાં એકલી બેસીને એમપીના રાજગઢથી મોરબીના હળવદ ગામે આવી રહી હતી અને અહીં હળવદમાં તે મજૂરી કામ કરતી હતી.દરમિયાનમાં બસની અંદર તેણીની ઉપર દાહોદના ગરબાળા નજીક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. જેથી તેણીએ પોતાની આપવીતી પોલીસને વર્ણવતા હાલ મોરબી પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધીને આગળની તપાસ માટે દાહોદ પોલીસને જાણ કરેલ છે.
દારૂના ગુનામાં ધરપકડ
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે વાવડી રોડ ઉમિયા પાર્ક સોસાયટીમાં રેડ કરી હતી અને ત્યાં સુરેશ રતન બલાલા જાતે પટેલ મૂળ રહે. રાજસ્થાન હાલ રહે.મોરબી ઉમિયા પાર્ક સોસાયટી વાવડી રોડ વાળાના રહેણાંક મકાનમાંથી ૫૭ બોટલ દારૂ મળી આવ્યો હતો.ત્યારે સુરેશ બરાલા અને તેની સાથે સુજલ ચંદુ પાંચોટિયા જાતે પટેલ (૨૨) રહે.વાવડી રોડ ગાયત્રીનગર મૂળ અમરનગર તા.મોરબીવાળાની જે તે સમયે સ્થળ ઉપરથી જ દારૂની બોટલો સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તે સમયે માલ આપનાર શખ્સ તરીકે કેતનદાન મહેન્દ્રદાન બારહટ જાતે ગઢવીનું નામ ખુલ્યું હતું.જેથી સીચી એ ડિવિઝન પોલીસ સ઼્ટાફે ગણતરીના કલાકોમાં જ કેતનદાન મહેન્દ્રદાન બારહટ જાતે ગઢવી (ઉંમર ૨૨) રહે.વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી મૂળ રહે.હજનારી તા.જી.મોરબી ની ઉપરોકત દારૂના ગુનામાં ધરપકડ કરી હતી.
યુવતી સારવારમાં
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ નેરપુર(મેરૂપર) ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની આસ રસિકભાઈ તોમર નામની ૧૭ વર્ષીય યુવતી તા.૮ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં રોડ ઉપરથી જતી હતી.ત્યારે વાડીના રસ્તે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેણીને હડફટે લેતા ઈજા પામેલ હાલતમાં તેણીને મોરબીના સામાકાંઠેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.જે બાબતે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવ સંદર્ભે પ્રાથમિક તપાસ કરીને આ બાબતે વધુ તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરાઈ હતી.