મોરબી જીલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની સમાપન સમારોહ યોજાયો
SHARE









મોરબી જીલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની સમાપન સમારોહ યોજાયો
મોરબીની ન્યુ એલ.ઇ. કોલેજ ખાતે વન્યપ્રાણી સપ્તાહ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન (I.F.S.) હાજર રહ્યા હતા તેમજ મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, એલ.ઇ.કોલેજના પ્રિન્સીપાલ એસ.એન.પંડ્યા તથા મયુર નેચર ક્લબના પ્રમુખ એમ,જી. મારૂતી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એલ.ઇ.કોલેજના પ્રિન્સિપાલ એસ.એન.પંડ્યાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને મોરબી વન વિભાગના વડા ચિરાગ અમીન ( I.F.S. ) દ્વારા મોરબી જીલ્લાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતી અને તેને કારણે કુદરતી મળેલ જૈવ વૈવિધ્યતાની પ્રાથમિક માહિતી આપી હતી સાથે સાથે કોરોના જેવી ઝુનોટીક બિમારીઓના ઉદભવ પણ વન્યજીવોના અસ્તિત્વ પર તોળાઇ રહેલા ખતરાના કારણરૂપ છે તેમ જણાવ્યું હતુ તઓએ તેમના વ્યક્તવ્યમાં પ્રધાનમંત્રી દ્વારા વન્યજીવોના સંરક્ષણ અર્થે પાઠવેલ સંદેશનુ વાંચન કર્યુ હતુ ત્યારબાદ વન્યપ્રાણી સપ્તાહ દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓની વિજેતા બાળાઓને મહેમાનોના વરદહસ્તે સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
