મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વાઘરવા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ત્રિપાલ સવારી સ્કૂટરને હડફેટે લેતા એકનું મોત: બેને ઇજા


SHARE









માળિયા (મી)ના વાઘરવા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ત્રિપાલ સવારી સ્કૂટરને હડફેટે લેતા એકનું મોત: બેને ઇજા

માળિયા મિયાણાં તાલુકાના વાઘરવા ગામ નજીક બુધવારે રાતના સમયે પેટ્રોલ પંપમાંથી સ્કૂટરમાં પેટ્રોલ ભરાવીને ત્રિપાલ સવારીમાં ત્રણ યુવાનો જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના વાહનને હડફેટે લીધું હતું જેથી કરીને એકનું મોત નીપજયું હતું અને બે યુવાનોને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા છે જો કે, હજુ સુધી આ બનાવ સંદર્ભે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

જાણવા મળતી માહિતી મુજબ માળિયાના હરીપર ગામના રહેવાસી સલીમ અકબર ભુવડ (૩૫) જાતે ઘાંચી, મુકેશ રાયસિંગભાઈ (૩૮) રહે. મૂળ પંચમહાલ હાલ રહે વધારવા અને દશરથ ઘેલાભાઈ સોલંકી (૩૮) રહે. મૂળ સાણંદ હાલ રહે. વધારવા વાળા એકટીવામાં ત્રિપાલ સવારીમાં જઈ રહ્યા હતા ત્યારે વાધરવા ગામ નજીક પેટ્રોલ પંપમાં સ્કૂટરમાં પેટ્રોલ ભરાવીને રોડ ઉપર આવી રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેને સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં એક્ટિવા ઉપર જઈ રહેલા સલીમ અકબર ભુવડ જાતે ઘાંચી (૩૫)ને વધુ ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જો કે, બીજા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા હાલમાં મુકેશભાઇ તેના વતનમાં જતાં રહ્યા છે અને દશરથભાઈને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવેલ છે છે અને અકસ્માત કરીને ટ્રક ટ્રેલરનો ચાલક તેનું વાહન લઈને નાશી ગયેલ છે અને હજુ સુધી આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી તેવું માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના રણજીતભાઈ રોહડિયા પાસેથી જાણવા મળેલ છે

ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના વાધરવા ગામ પાસે તા.૧૦ ના રાત્રી દરમિયાન વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવવામાં ઈજા પામેલા નીરજ શંકરભાઈ સહાની નામના ૧૮ વર્ષીય યુવાનને પણ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ માળિયા પોલીસ મથકનો હોવાથી આગળની તપાસ માટે ત્યાં જાણ કરાયેલ છે.






Latest News