સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના જેતપર ગામે માતાના અવસાનની ગણતરીની કલાકમાં દીકરાનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબીના જેતપર ગામે માતાના અવસાનની ગણતરીની કલાકમાં દીકરાનું હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાનાં જેતપર ગામે રહેતા વૃદ્ધાનું અવસાન થયું હતું અને તેની અંતિમવિધિ પહેલા જ તેના એક દીકરાને છાતીમાં દુખાવો થયો હતો જો કે, અંતિમવિધિ પૂરી થયા બાદ વૃદ્ધના દીકરાનું પણ હાર્ટ એકેટથી મોત નીપજ્યું હતું જેથી કરીને એક જ ઘરમાંથી એક જ દિવસમાં બે વ્યક્તિના અવસાન થતાં પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

મોરબીના જેતપર ગામે રહેતા ગોદાવરીબેન અમરશીભાઈ અઘારા (૮૦)નું ગઇકાલે વહેલી સવારે ઉમરના લીધે અવસાન થયું હતું અને તેના દીકરા પૈકીનાં સુખદેવભાઈ અમરશીભાઈ અઘારા ખેતી કામ કરતાં અને તેઓના માતાનું અવસાન થતાં તેઓને ઊંડો આઘાત લાગ્યો હતો. અને તેઓના છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જો કે, પ્રાથમિક સારવાર આપીને ઘરે આવી ગયા હતા અને માતાની અંતિમવિધિ પુરી થયા પછી સારવાર લેવા માટે જવાનું નક્કી કર્યું હતું અને તેને છાતીમાં વધુ દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી લઈને આવતા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એકેટથી સુખદેવભાઈ અમરશીભાઈ અઘારાનું મોત થયું હતું. જેથી કરીને અઘારા પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું




Latest News