મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસે કારખાનામાં ૭૦૦ કિલોનો પ્લાસ્ટિક રોલ ફરી જતાં ઇજા પામેલ ૩ વર્ષની બાળકીનું મોત


SHARE

















ટંકારાના હડમતીયા પાસે કારખાનામાં ૭૦૦ કિલોનો પ્લાસ્ટિક રોલ ફરી જતાં ઇજા પામેલ ૩ વર્ષની બાળકીનું મોત

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે આવેલ અક્ષર ઈન્ડિયા એલએલપી નામના કારખાનાની અંદર લોડીંગ પોઇન્ટ પાસે પડેલ ૭૦૦ કિલોનો પ્લાસ્ટિકનો રોલ ત્રણ વર્ષની બાળકી ઉપર ફરી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે આવેલ અક્ષર ઈન્ડિયા એલએલપી નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા અલ્તાફભાઇ બેલીમની ત્રણ વર્ષની દીકરી અલવિરા કારખાનામાં લોડીંગ પોઇન્ટ પાસે ૭૦૦ કિલોનો પ્લાસ્ટિકનો રોલ પડેલો હતો ત્યાં રમતી હતી ત્યારે રમતા રમતા પ્લાસ્ટિકનો ૭૦૦ કિલોનો રોલ બાળકીના ડાબા પગ અને શરીર ઉપર ફરી વળ્યો હતો જેથી કરીને તેને ગંભીર ઈજા થવાના કારણે બાળકીને પ્રથમ મોરબીમાં આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા અલવીરાનું મૃત્યુ નિપજયું છે જેથી હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News