કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કરવામાં આવેલ ૩.૯૦ લાખની લૂંટના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ


SHARE







મોરબીમાં કરવામાં આવેલ ૩.૯૦ લાખની લૂંટના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

મોરબી રવાપર રોડ ઉપર આવેલ લીલાલહેરની બાજુમાં થોડા સમય પહેલા આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવીને આંખમાં મરચાની ભુકી છાંટીને લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં સંડોવાયેલા બે શખ્સની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી અને લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા પણ કબ્જે લીધા હતા જો કે, આ ગુનામાં પોલીસે હાલમાં લૂંટના ગુનામાં વપરાયેલા બાઈકના માલિકની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે


મોરબી પંચાસર રોડ ઉપર રહેતા વસંતભાઇ ગંગારામભાઈ બાવરવા પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયાની લીલા લહેર પાસે મોટર સાયકલ પર આવેલ બે શ્ખ્સોએ મરચાની ભુકી છાંટી લુંટ કરી હતી અને ત્યારે તેને પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવું હથિયાર કાઢી તેને માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોચાડી હતી અને અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હતા જે ગુનામાં અગાઉ પોલીસે જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ (૨૫) રહે. મૂળ બંગાવડી હાલમાં રહે શનાળા શક્તિ માતાજીનાં મંદિર પાસે રાધે એપાર્ટમેન્ટ અને સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત (૩૦) રહે. હાલ નાગલકા તાલુકો સુરેન્દ્રનગર મુળ રહે શંકરગઢ પ્રયાગરાજ યુપી વાળાની દિલ્હી પોલીસ પાસેથી કબ્જો લઈને ધરપકડ કરી હતી અને આરોપીઓના ૧૨ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે તેવામાં પોલીસે આરોપીઓ લૂંટ કરવા માટે આવ્યા તે પહેલા જેના સંપર્કમાં હતા અને જેનું બાઇક લઈને મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હતા તે બાઈક હીરો પ્લેન્ડર પ્લસના માલિક વીરમભાઇ રતાભાઇ તલસાણીયા જાતે કોળી (૨૩) રહે. નાગલકા લુણી તાલુકો સાયલા વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લૂંટ પહેલા અને પછી આરોપીની મદદગારી કરી હોવાથી બાઈકના માલિકની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે






Latest News