મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે પરિણીતાની છેડતી કરીને નિર્લજ્જ હુમલો કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે પરિણીતાની છેડતી કરીને નિર્લજ્જ હુમલો કરનારા આરોપીની ધરપકડ

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી પરણિતા કારખાનની બાજુમાં કુદરતી હાજતે ગઇ હતી ત્યારે સામેથી આવીને એક શખ્સે તેની છેડતી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી લાજ લૂંટવા માટે મહિલાને ઢસળીને બાવળની જાળીમાં લઈ જઈને નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે રફાળેશ્વર ગામ પાસે સિરામિકના કારખાનાની અંદર રહેતી પરિણીતા કારખાનાની બાજુની ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે ગઈ હતી અને ત્યાથી પરત આવી રહી હતી ત્યારે મુનાભાઇ પલ્લુભાઈ ગિરવાલ (૨૦) રહે, અનિલભાઈ ભરવાડ લૂણસર રોડ જય દ્વારકાધીશ હોટલ ટોલનાકા પાસે વાળાએ સામેથી આવીને પરિણીતાને પકડી લીધી હતી અને તેની સાડી વડે મહિલાના મોઢે ડૂચો આપી દીધો હતો અને ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી મુનાભાઇ પલ્લુભાઈ ગિરવાલ (૨૦) ની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે મોડી રાત્રીનાં દશેક વાગ્યાના અરસામાં બે ટુ-વ્હીલર વાહનો અથડાયા હતા જેમાં જયદીપ દિલીપભાઈ અકબરી (૪૨) રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેસા ન્યુપેલેસ પાસે રહેતા રતનભાઇ અમરશીભાઈ નામના ૭૫ વર્ષીય વૃદ્ધાને ઈજાઓ થઈ હતી જેથી બંનેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા ત્યાંથી વધુ ગંભીરપણે ઘવાયેલા રતનભાઇ અમરશીભાઈને રાજકોટ રીફર કરાયા હતા બનાવ સંદર્ભે બી-ડિવીઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા છે.

દારૂ સાથે એક પકડાયો,એકની શોધખોળ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ ગોપાલ સોસાયટી નજીકથી નીકળેલ જય કિશોર ગોસ્વામી જાતે બાવાજી (૨૭) રહે.રામકૃષ્ણનગર મોરબી-૨ ને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેની કબજામાંથી ૨૫ લિટર દેશી દારૂ મળી આવતા રૂપિયા ૫૦૦ ની કિંમતના દેશીદારૂ તથા ૧૫,૦૦૦ ના બાઈક સાથે જય ગોસ્વામીની ધરપકડ કરી હતી અને તેની સાથે યુવરાજસિંહ જગુભા જાડેજા રહે. રામકૃષ્ણનગર વાળાનું નામ ખુલતા તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.






Latest News