મોરબી જિલ્લા એબીવીપીના પ્રમુખ સંજયભાઈ વિરડિયા-જીલ્લા સંયોજકમાં સંદિપસિંહ જાડેજા
SHARE









મોરબી જિલ્લા એબીવીપીના પ્રમુખ સંજયભાઈ વિરડિયા-જીલ્લા સંયોજકમાં સંદિપસિંહ જાડેજા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વડોદરા ખાતે પ્રદેશ કાર્ય સમિતિની બેઠક યોજાય હતી જેમાં એબીવીપી મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે સંજય ભાઈ વિરડિયા અને મોરબી જિલ્લા સંયોજક તરીકે મોરબી શાખાના નીડર, બાહોશ અને પૂર્વ નગર મંત્રી સંદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે
મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા હાલ મોરબી શહેરની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી રહ્યા છે અગાઉ તેમણે એબીવીપીમાં નગર અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી છે તેઓ ૨૦૧૬થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છે અને સંદિપસિંહ જાડેજા હાલ મોરબીની ઓમવીવીઆઇએમ કોલેજ ખાતે બીબીએમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ અગાઉ તેમને કોલેજ કેમ્પસ પ્રમુખ, મોરબી નગર સહમંત્રી, પ્રદેશ કારોબારી સદસ્ય, મોરબી નગર મંત્રી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરેલ છે અને તેઓ ૨૦૧૮ થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છે હાલમાં બંને હોદેદારોને ચોમેરથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે
