વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાથી જુદાજુદા બે હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ


SHARE









મોરબી-માળીયામાથી જુદાજુદા બે હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ

મોરબી અને માળીયા વિસ્તારમાથી પોલીસે જુદાજુદા બે હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી એ ડીવીઝ્ન પીઆઇ જે.એમ.આલની સૂચના મુજબ કામગીરી કરીને સિધ્ધરાજભાઈ કાનજીભાઈ લોખીલ તથા અરવિંદભાઈ ધીરુભાઈ ગડૈયાને મળેલી બાતમી આધારે પોલીસે મોરબી કબીર ટેકરી શેરી નં.ર ના નાકા પાસે રોડ ઉપરથી આરોપી અસલમભાઈ ઉર્ફે બકરી હુસેનભાઈ કુરેશી જાતે મતવા (ઉ.૨૮) ને હાથ બનાવટની સેમી ઓટોમેટીક પીસ્ટલ સાથે પકડેલ છે અને પીસ્ટલની કિંમત રૂા.૧૦,૦૦૦ ગણી તેને કબજે કાઈને આગળની કાર્યવાહી કરેલ છે.

જામગરી બંદુક સાથે પકડાયો

માળીયાના પીએસઆઇ એન.એચ. ચુડાસમાની સુચના મુજબ ટીમ કામ કરી રહી છે ત્યારે પોલીસ કર્મચારી ક્રિપાલસિંહ વી.ચાવડા તથા સંજયભાઇ રાઠોડને મળેલ બાતમી આધારે આધારે માળીયા મચ્છુ નદીના કાંઠે કબ્રસ્તાનની બાજુમા વાડીમા રહેલ રહેણાંક મકાને આરોપીના કબજામાથી સિંગલ બેરલની જામગરી બંદુક મળી આવી હતી જેથી કરીને પોલીસે ઇંદ્રીશભાઇ અયુબભાઇ લધાણી જાતે મિયાણા (ઉ.૪૨) રહે. માતમના ચોક પાસે માળીયા વાળાની સિંગલ બેરલ જામગરી બંદુક જેની કિંમત રૂા.૨૦૦૦ ગણીને તેને કબજે લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News