મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર વાંઢ નજીક બે બાઇક સામસામે અથડાતા બાળક સહિત ત્રણે ઇજા થતાં સારવારમાં


SHARE









માળીયા (મી)ની ભીમાસર વાંઢ નજીક બે બાઇક સામસામે અથડાતા બાળક સહિત ત્રણે ઇજા થતાં સારવારમાં

માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ ઓવરબ્રિજ પાસે ભીમાસર વાંઢ નજીક સામસામે બે બાઇક અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કુલ ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેમને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જોકે, આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા કવાયત હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ માળિયા હળવદ હાઇવે પર આવેલ ઓવરબ્રિજ નજીક ભીમાસર વાંઢ વિસ્તાર પાસે પેટ્રોલ પંપ સામે બે બાઈક સામસામે અથડાયા હતા જેથી કરીને અકસ્માતના બનાવમાં માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા લોખીલ ખોડાભાઈ ચંદુભાઈ (૨૭) તેમજ કાજલબેન કિશનભાઇ ડાંગર (૨૯) અને પ્રથમ કિશનભાઇ ડાંગર (૧.૫) રહે. બંને સુરવદર તાલુકો હળવદ વાળાઓને ઈજા થઈ હતી જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિજન પોલીસે પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતનો બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન સામેની ગાંધી સોસાયટીમાં રહેતા તુલસીભાઈ મોતીભાઈ ચૌહાણ (૪૭) નામના યુવાનને હાર્ટ અટેક આવી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામથી આગળના ભાગમાં આવેલ લોર્ડ્સ હોટલ સામે રસ્તા ઉપર બાઈક સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પીપળી ગામ પાસે આવેલ ત્રિલોક ધામ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ પરમાર (૨૧) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિયલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા નાઝીરમિયા રજાકમિયા બુખારી (૩૮) નામના યુવાનને બગથળા ગામ નજીક આવેલ દેવ ફન વર્લ્ડ પાસે ઇકો કાર અને બોલેરો ગાડી વચ્ચે થયેલા અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News