ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક ઉભેલા ડમ્પર પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીક ઉભેલા ડમ્પર પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત: ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિક સામે હોટલની બાજુમાં રોડ સાઇડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઈક અથડાયું હતું જેથી કરીને બાઈક લઈને જઈ રહેલા વ્યક્તિને માથા અને શરીરે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં ડમ્પર ચાલકની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાનની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મહીસાગર જિલ્લાના મોટા વડોદરા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બહાદુરગઢ ગામ પાસે અવધ માઇક્રોન્સ પાવડરના કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં કામ કરતા કનુભાઈ ફુલાભાઈ બારીઆ જાતે અનુ. જનજાતિ (૩૮)એ બાઈક નંબર જીજે ૩ ઇએફ ૧૩૮૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઈવે ઉપર આવેલ કાવેરી સિરામિક સામે મુરલીધર હોટલની બાજુમાં તેણે પોતાનું ડમ્પર નંબર જીજે ૩૬ પી ૪૬૨૩ રોડ સાઇડમાં પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે બાઈક ચાલકે પાછળથી તેના ડમ્પરના ઠાંઠામાં બાઈક અથડાવ્યું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલા વ્યક્તિને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, ત્યાં તે યુવાનનું મોત નીપજયું છે જેથી હાલમાં આ બનાવ સંદર્ભે ડમ્પર ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ કેસની તપાસ ચલાવી રહેલા લાલભા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકનું નામ જયપ્રકાશ જયનારાયણ યાદવ (ઉમર ૨૭) મૂળ રહે.ઉત્તરપ્રદેશ કુસીનગર હાલ રહે.મોરબી નવલખી રોડ લૂંટાવદર ગામ પાસે કેમિકલના કારખાનામાં વાળો હોવાનું સામે આવ્યું હતું.મૃતક અપરણિત હતો અને તે કેમિકલના કારખાનેથી કામ સબબ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિક નજીક આવ્યો હતો અને ત્યાંથી પરત લુંટાવદર જતા સમયે તા.૨૩-૧ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં માળીયા હાઇવે કાવેરી સિરામીકની પાસે આવેલા એચપીના પંપ નજીક ઉભેલા ટ્રકની પાછળ તેનું બાયક અથડાયુ હતુ.જે બનાવમાં જયપ્રકાશ યાદવ નામના મૂળ યુપીના મજુર યુવાનનું મોત નીપજયુ હતું.

ફિનાઇલ પી ગયો

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં નાની બજારમાં રહેતા હર્ષ વિમલભાઈ રાઠોડ (૨૧) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીમાં ગઢની ડાંગ પાસે આવેલ સિપાઈવાસમાં રહેતા અફસાના ગુલામહુસેન પઠાણ (૨૭) નામની મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે હાથ ઉપર ધારદાર વસ્તુ વડે છેકા મારી લીધેલ હોય તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા છોટે વ્રિજભાઈ વિંદા (૩૦) નામનો યુવાન સાયકલ લઈને પીપળી નજીકથી જઈ રહ્યો હતો ત્યારે પૂનમ હોટલ પાસે તેની સાયકલને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News