કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદના શિરોઇ ગામેથી દેશી દારૂનો ૪૭૫૦ લિટર આથો ઝડપાયો, બુટલેગરની શોધખોળ


SHARE







હળવદના શિરોઇ ગામેથી દેશી દારૂનો ૪૭૫૦ લિટર આથો ઝડપાયો, બુટલેગરની શોધખોળ

હળવદ તાલુકાના શિરોઇ ગામે થોડા દિવસો પહેલા એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલ દેશી દારૂની ભઠ્ઠી ઉપરની રેડના પડઘના ભાગ રૂપે તાજેતરમાં ચાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે ત્યાં હળવદ તાલુકાના શીરોઈ ગામે નદીના કાંઠે વધુ એક દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી છે અને ત્યાથી ગેસનો બાટલો અને દેશી દારૂ બનાવવા માટેનો ૪૭૫૦ લિટર આથો મળી આવ્યો છે જેથી કરીને પોલીસે હાલમાં મુદ્દામાલ કબજે કરીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા અને જિલ્લાની અંદર દેશી દારૂનું મોટું નેટવર્ક છે અને દારૂનો જથ્થો હળવદ, માળીયા અને ચોટીલા તાલુકામાંથી આવતો હોવાની માહિતી અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે અને થોડા સમય પહેલાં હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં એલસીબીની ટીમ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટેનો આથો તેમજ ગેસના બાટલા સહિતની સામગ્રી મળી આવી હતી જે બનાવના પગલે તાજેતરમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવા આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે આ બનાવની સાહિ સુકાઈ નથી ત્યાં હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં નદીના કાંઠે બાવળની ઝાડીમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવતી હતી ત્યારે ત્યાંથી સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટેનો ૪૭૫૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી ૯૫૦૦ નો આથો અને એક ગેસનો બાટલો આમ ૧૦ હજારના મુદામાલને પોલીસે કબજે કરેલ છે અને આ આથો એભલભાઇ બચુભાઈ કોળી રહે, શિરોઈ વાળાનો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે હાલમાં તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

અકસ્માત 

વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર-૩ માં રહેતા પિતા-પુત્ર પોતાની એક્સન્ટ કાર નંબર જીજે ૧૦ બીઆર ૧૯૮૬ લઈને રાણેકપર ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે માલધારી હોટલ પાસે આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર એકદમ ઊભું રાખ્યું હતું જેથી પાછળથી આવી રહેલ ફરિયાદ રાઉફભાઇ હાસમભાઇ કાબરા (૪૮) ની કાર ડમ્પર પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલા યાકીબ રાઉફભાઇ કાબરા (૨૬) ને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર અર્થે આવ્યા હતા અને કારમાં પણ મોટું નુકસાન થયું હતું હાલમાં રાઉફભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસ દ્વારા કાર ચાલક યાકીબ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News