વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રામદેવ કારખાના પાસે ફોનમાં વાત કરી રહેલા યુવાન ઉપર અજાણ્યા શખ્સે કર્યો છરી વડે હુમલો


SHARE









મોરબીમાં રામદેવ કારખાના પાસે ફોનમાં વાત કરી રહેલા યુવાન ઉપર અજાણ્યા શખ્સે કર્યો છરી વડે હુમલો

મોરબીમાં સામાકાંઠે રામદેવ કારખાનાની બાજુમાં એક યુવાન પોતાના ફોનમાં વાત કરતો હતો ત્યારે કોઇ અજાણ્યો માણસ મોઢે બુકાની બાંધીને તેની પાસે આવ્યો હતો અને તેણે પોતાના હાથમાં રહેલી છરી વડે યુવાનને મારવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે યુવાને છરીને હાથેથી પકડી લીધી હતી જેથી તેના હાથમાં ગંભીર ઇજા થતાં તેણે ટાંકા આવેલ છે અને હાલમાં તેણે બી ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલા મચ્છુનગરમાં રહેતા અનીલભાઇ બચુભાઇ સોલંકી (ઉ.૩૦)એ હાલમાં અજાણ્યો શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સામાકાંઠે રામદેવ કારખાનાની બાજુમાં તે પોતાના ફોનમાં વાત કરતો હતો ત્યારે કોઇ અજાણ્યો માણસ મોઢે બુકાની બાંધીને તેની પાસે આવ્યો હતો અને તેણે પોતાના હાથમાં રહેલી છરી વડે ફરિયાદી યુવાનને મારવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે યુવાને ડાબાહાથથી છરી પકડી લીધી હતી જેથી કરીને તેના ડાબા હાથની છેલ્લી ત્રણેય આંગળીઓમાં ગંભીર ઇજા થઈ હતી અને અજાણ્યો શખ્સ ત્યાથી નાશી ગયો હતો ત્યાર બાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેના ડાબા હાથની છેલ્લી આંગળીમાં ટાંકા આવ્યા હતા હાલમાં હોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સની સામે આઇ.પી.સી. કલમ ૩૨૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News