વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના લજાઈ પાસે વિજકંપનીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરને નડ્યો અકસ્માત


SHARE







ટંકારા તાલુકાના લજાઈ પાસે વિજકંપનીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરને નડ્યો અકસ્માત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ પાસે હોટલ નજીક પીજીવીસીએલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તેમના ડ્રાઇવર સાથે ગાડીમાં કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે અન્ય કાર ચાલકે તેઓની ગાડીમાં વાહન અથડાવ્યું હતું જેથી તેઓની ગાડીમાં નુકસાની થઈ હતી જે બાબતે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો છે જેથી કરીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ જીઈબીના ક્વાર્ટરમાં રહેતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામી જાતે બાવાજી (૪૧)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક્સેન્ટ ગાડી નંબર જીજે ૩ જેસી ૧૮૮૮ ના ચાલક માનવ પ્રશાંતભાઈ વઘાડિયા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે રાજકોટથી પીજીવીસીએલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તેમના ડ્રાઇવર સાથે ગાડી નંબર જીજે ૩ સીઇ ૮૭૨૨ લઈને કચ્છ તરફ જઈ રહ્યા હતા દરમિયાન લજાઈ ગામ પાસે આવેલ કમ્ફર્ટ હોટલની સામેના ભાગમાં રોડ ઉપર તેઓની ગાડીમાં પાછળથી એક્સન્ટ ગાડીના ચાલકે વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પીજીવીસીએલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરની ગાડીમાં નુકસાની થઈ હતી જેથી કરીને હાલમાં વીજ કંપનીના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

વરલી જુગાર

માળીયા તાલુકાના ખાખરેચી ગામે ઉગમણા જાપા પાસે ઠાકોર સમાજની વાડી નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ ઉર્ફે પાકો નાનજીભાઈ સીસણોદા જાતે કોળી (૩૮) રહે ખાખરેચી તાલુકો માળીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૭૨૦ રૂપિયાની રોકડ કબજે કરી માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News