ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ની હોનેસ્ટ હોટલ સામે ડબલ સવારી બાઇકને ટ્રક ટેલરના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત


SHARE













માળીયા (મી)ની હોનેસ્ટ હોટલ સામે ડબલ સવારી બાઇકને ટ્રક ટેલરના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત

માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ હોનેસ્ટ હોટલ સામે ડિવાઈડરની કટ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ટેલરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને એક યુવાનનું મોત નીપજયું હતું અને એકને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જુના અંજિયાસર ગામે રહેતા ફારુકભાઈ નિઝામભાઈ મોવર જાતે મિયાણા (૨૭) એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલર નંબર આરજે ૭ જીઇ ૨૮૪૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ભાઈ રમજાનભાઈ નિજામભાઈ મોવર (૨૧) તેમજ રજાકભાઈ કાદરભાઈ મોવર (૨૧) બને પલ્સર બાઈક નંબર જીજે ૨૭ બીસી ૧૫૭૫ લઈને મોરબી કચ્છ હાઇવે ઉપર હોનેસ્ટ હોટલ સામે આવેલ ડિવાઈડરની કટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટેલરના ચાલકે તેને તેના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રજાકભાઈ મોવરને માથાના ભાગે તથા બંને પગમાં ઈજાઓથી થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને ફરિયાદીના ભાઈ રમઝાનભાઈને માથા અને છાતીમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું છે જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબી શહેરના માધાપર શેરી નં-૧૯ માં રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી જાતે સતવારા (૫૧) ના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૦૦ રૂપિયાની કિંમતનો દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો કબજે કર્યો હતો અને આરોપી કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભીની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News