હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કાસિયાગાળા ગામે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા


SHARE













વાંકાનેરના કાસિયાગાળા ગામે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા

વાંકાનેર તાલુકાના કાસિયાગાળા ગામે તળાવ નજીક વીડીમાં જાહેરમાં જુગાર રમતા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકાના કાસીયાગાળા ગામે તળાવ નજીક વીડીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યારે સુરેશભાઈ માવજીભાઈ સરવૈયા (૪૬), ભરતભાઈ ખીમાભાઈ ધરજીયા (૩૪) અને વાઘજીભાઈ નાથાભાઈ ધરજીયા (૪૩) રહે ત્રણેય કાસીયાગાળા તેમજ રસિકભાઈ ધીરુભાઈ ધરજીયા (૩૬) રહે, ગાંગિયાવદર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા મીયાણામાં આવેલ વાગડીયા જાપા પાસે ખંઢેર મકાન નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા જેની બાતમી મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા અલિયાસ હુસેનભાઇ ખોડ (૨૪) રહે. ખોડવાસ માળિયા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૩૭૦ ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News