હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારા કોર્ટે મિતાણા ગામના જયદીપ બસીયા સામે સુઓમોટો લઈ તહોમતનામું ફરમાવ્યુ 


SHARE













ટંકારા કોર્ટે મિતાણા ગામના જયદીપ બસીયા સામે સુઓમોટો લઈ તહોમતનામું ફરમાવ્યુ 

ટંકારાની કોર્ટમાં ફરીયાદી કૈલાશ શવજીભાઈ ભાગીયાએ આરોપી જયદીપ બાબુભાઈ બસીયા પાસેથી રૂપિયા ૧,૫૦,૦૦૦ લીધેલ હોય જે પૈસા પાછા આપી દીધેલ હોવા છતા આરોપી જયદીપે ફરીયાદીને તેમની મરજી વિરૂધ્ધ તેનાજ મોટર સાયકલમાં બેસાડી ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં લઈ જઈ આરોપીએ ફરીયાદીને છરી બતાવી, ગેરવસુલી કરી, ધમકીઓ આપી, ફરીયાદીના મોબાઈલ ફોનની લુંટ કરી, બાવળના ધોકાથી ફરીયાદીને બંને હાથમાં તથા પગમાં તથા શરીરે મુંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જે બનાવમાં જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના હથીયારનામાનો ભંગ કરવામાં આવેલ છે જેથી આઇપીસી કલમ ૩૨૩, ૩૪૧, ૩૮૬, ૩૯૨, ૫૦૬(૨), તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો આરોપીએ ટંકારા અદાલતની હુકુમતમાં કરેલ હોય જેથી આરોપી જયદીપ બાબુભાઈ બસીયા વિરુધ્ધ ઉપરોકત કલમો હેઠળ કાર્યવાહી ચલાવવાનો આદેશ ટંકારાના મહે. જયુડી. મેજી. (ફા.ક.) સાહેબે ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો ફરીયાદી કૈલાશ સવજીભાઈ ભાગીયાએ પોતાના જ ગામના જયદીપ બાબુભાઈ બસીયા પાસેથી દોઢ લાખ રૂપીયા લીધેલ હતા ત્યારબાદ કટકે કટકે કરીને આરોપી જયદીપને રૂપીયા પાછા આપી દીધેલ હતા તેમ છતા વધુ પૈસા પડાવવાની લાલચે આરોપી જયદીપ ફરીયાદી પાસે પૈસાની ઉઘરાણી કરતો હોય અને ધાક-ધમકીઓ આપતો હોય જેથી ફરીયાદીએ આ માથાભારે જયદીપથી ડરીને વધું રૂપીયા પણ આપેલ છતા આરોપી જયદીપે ફરીયાદીને હેરાન-પરેશાન કરવાનું ચાલુ રાખતા ફરીયાદીએ આરોપી જયદીપથી કંટાળીને રાજકોટની મધાપર ચોકડી પાસે માર્ચ ૨૦૨૧ મા ઝેરી દવા પણ પીધી હતી. ત્યારબાદ તા. ૬/૪/૨૧ ના રોજ સવારના દસ વાગ્યે ફરીયાદી ઉપરોકત વિગતે આરોપીના ત્રાસ બાબતે કરીયાદ નોંધાવા માટે ટંકારા પોલીસ સ્ટેશને જવા પોતાના ઘરેથી નીકળેલ ત્યારે રસ્તામાં વચ્ચે હરીપર ગામ પાસે આરોપી જયદીપે ફરિયાદીને ઉભો રાખી છરી બતાવી તેના મોટરસાયકલ પાછળ બેસાડીને સાવડી ગામની સીમમાં લઈ ગયેલ હતો અને ત્યા છરી બતાવી રૂપીયાની ઉઘરાણી કરેલ જેથી ફરીયાદીએ બધા રૂપીયા આપી દીધેલ છે તેવું આરોપી જયદીપને કહેતા આરોપી ઉશ્કેરાઈ ત્યાં પડેલ બાવળના ધોકાથી ફરીયાદીને હાથે-પગે તથા શરીરે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીયાદીના મોબાઈલની લુંટ કરેલ હતી જેથી ટંકારા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૨૩, ૫૦૬(૨), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ અન્વયે ગુન્હો નોંધાયેલ ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થતા ફરીયાદી કૈલાશભાઈને માલુમ પડેલ કે એફ.આઈ.આર. માં કોઈ અગમ્ય કારણોસર હળવી કલમો લગાડેલ છે અને જેથી મૂળ ફરીયાદી કૈલાશભાઈ ભાગીયા ધ્વારા પુરાવા સાથે વિશેષ તપાસની અરજી કરેલ હતી જે વિશેષ તપાસની અરજી સાથેના પુરાવાઓ તથા ચાર્જશીટ માહેના પુરાવાઓ તથા ફરીયાદ માહેની હકીકતો અને મૂળ ફરીયાદીના વકીલએ કરેલ દલીલને ધ્યાને લઈને નામદાર અદાલત દ્વારા સુઓમોટો પાવરના આધારે આઇપીસી કલમ ૩૪૧, ૩૮૬, અને ૩૯૨ નો ઉમેરો કરી તહોમતદાર જયદીપ બાબુભાઈ બસીવા વિરૂધ્ધ આઇપીસી  કલમ ૩૨૩, ૩૪૧, ૩૮૬, ૩૯૨, ૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ તહોમતનામું ફરમાવી આરોપી સામે ઈન્સાફી કાર્યવાહી ચલાવવાનો આદેશ ટંકારાના મહે. જયુડી. મેજી. સાહેબે આપેલ છે. આ કામમાં મૂળ ફરીવાદી કૈલાશભાઈ સવજીભાઈ ભાગીયા વતી રાજકોટના એડવોકેટ પાર્થ એમ. સંઘાણી તથા એડવોકેટ મંથન પી. વીરડીયા રોકાયેલ હતા.






Latest News