મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી બંધકામોમાં ભયંકર ભ્રષ્ટાચારનો કોંગ્રેસનાં આગેવાનોનો આક્ષેપ


SHARE









મોરબી જીલ્લામાં સરકારી બંધકામોમાં ભયંકર ભ્રષ્ટાચારનો કોંગ્રેસનાં આગેવાનોનો આક્ષેપ

મોરબીની નવી બનતી મેડિકલ કોલેજની છત ધરાશાય, નવા પુલમાં મસમોટા ગાબડાં આ છે નબળી ગુણવતાનું કામ સૂચવે છે કે, આ કામમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાન મહેશભાઈ રાજ્યગુરુ અને રમેશભાઈ રબારીએ કરેલ છે

મોરબી જિલ્લામાં સરકાર દ્વારા ચાલતા દરેક કામ નબળી ગુણવતાના થતા હોય તેના પુરાવા જગજાહેર જોવા મળે છે જમા બાયપાસ રોડે બનાવવામાં આવેલ પુલ  તૂટી ગયો ! મસમોટા  ગાબડાં પડ્યા ! ત્યારે સરકારના પ્રતિનિધિ લોકોને મૂર્ખ બનાવવા તપાસ માંગી છે અને બિલ અટકાવેલ છે તેવી વાતો કરે છે અને ગુમરાહ કરી રહ્યા છે મોરબીના ધારાસભ્ય અને સાસંદને મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાન મહેશભાઈ રાજ્યગુરુ અને રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કે, તમારી આ ડબલ એન્જિનની સરકારમાં  પ્રજાના ટેક્ષના પૈસાથી ચાલતા કામ સાવ નબળી ગુણવતાના થાય છે અને ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે

વધુમાં કહ્યું છે કે, મોરબીમાં નવી બની રહેલ મેડિકલ કોલેજની છત એકા એક નબળી ગુણવતાના કામના કારણે તૂટી ગયેલ છે ત્યારે મોરબીના ધારાસભ્ય અને સાસંદ સભ્ય આ બાબતની જવાબદારી કોના માથે મુક્સે ? અને આ સરકારના ચાલતા નબળા કામ માટે  જવાબદાર સામે  કડક કાર્યવાહી કરવામાં આવશે ? કે ડુપ્લીકેટ ટોલ નાકા અને મોરબી જુલતા પુલીની ઘટનાની જેમ પોતાનાના મળતિયા સહુને બચાવવાનો પ્રયત્ન કરવા આવશે તેં પ્રજા જાણવા માગે છે  આટલું જ નહીં પરંતુ  મેડિકલ  કોલેજના કામમાં  સત્તા પક્ષના લોકોનો પણ ક્યાંક હિસ્સો હોય તેવું લોકોના મુખે ચર્ચાઇ રહયું છે ત્યારે આ કામ કરનાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવા મોરબી જિલ્લાની પ્રજા અને કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવેલ છે




Latest News