મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સિરામીક કારખાનાના ક્વાર્ટરમાં ગેસ લીકેજથી આગ: પાંચ યુવાન સારવારમાં


SHARE







વાંકાનેરના માટેલ રોડે સિરામીક કારખાનાના ક્વાર્ટરમાં ગેસ લીકેજથી આગ: પાંચ યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સિરામીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં અચાનક ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થઈ હતી જેથી કરીને અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં કુલ પાંચ જેટલા મજુર યુવાનોને ઈજાઓ થઈ હતી જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરની નળીમાં લિકેજ થયું હતું જેથી કરીને અચાનક આગ લાગી હતી જેથી કરીને ત્યાં રહેતા આશિષ બંજારા (૧૯), રાહુલભાઈ કુશવાહ (૨૩), લક્ષ્મણ કહાર (૨૦), હિતેશ કુશવાહ (૨૩), વિકાસ બંજારા (૨૦) સહિત પાંચ શખ્સોને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જે પાંચ યુવાનોને ઇજા થયેલ છે તેમાંથી લક્ષ્મણભાઈ, આશિષભાઇ અને વિકાસભાઈને સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈ ગયેલ છે અને હિતેશભાઈ તેમજ રાહુલભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે






Latest News