મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા


SHARE









ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા

મોરબી જીલ્લામાં નબળા કામો જેવા કે મચ્છુ-૩ પાસેનો પુલ તેમજ મેડીકલ કોલેજના કોન્ટ્રકાટરો, તેમજ જવાબદાર અધિકાર સામે F.I.R. નોંધવા માટેની અને જેલ હવાલે કરવાની મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મચ્છુ -૩ ડેમ પાસેના મચ્છુ નદીપરના નવા બનેલા પુલમાં પડેલા ગાબડા બાબતે તેમજ નવી બની રહેલ મેડીકલ કોલેજના ધરાશાયી થયેલ સ્લેબ કે જેંમાં મજુર લોકોને  ઈજા થયેલ છે. તે બને ઘટનાના કોન્ટ્રાકટરોને તાત્કલિક કરીને તાકાલીક ધોરણે બ્લેક લીસ્ટ કરવા તેમજ તેની સામે જેમ જયસુખભાઈ  પટેલ સામે એફઆઇઆર કરીને કાર્યવાહી કરીને જેલ હવાલે કરેલ છે.  તેવી રીતે આ લોકોને પણ તેની સામે એફઆઇઆર  કરીને જેવા હવાલે કરવા માંગણી કરેલ છે તેમજ આ કામ પરના જવાબદાર કર્મચારી અધિકારીઓ સામે પણ એફઆઇઆર દાખલ કરીને તપાસ કરીને કસુરવારો  સામે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે આવી જ રીતે મોરબીના પીપળી અને જેતપર તેમજ મોરબીથી  હળવદ રોડના કામમાં પણ નબળી ગુણવતાના થતાં હોવાનું સામે આવી રહ્યું છે તેમજ મોરબી સીટીમાં હોસ્પિટલ ચોકથી રવાપર રોડના કામમાં પણ હલકી ગુણવતા છે અવની ચોકડીથી વાળી  સુધીના ચાલી રહેલ રોડના કામ માં પણ સ્પેસીફીકેશન મુજબ કામ થઇ રહ્યું નથી આ બધાની તપાસ કરાવી  કોન્ટ્રાકટરો, કર્મચારીઓ, ઓફિસરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે. અને જો પગલાં નહીં લેવામાં આવે તો ના છુટકે જનતા જનાર્દનને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે




Latest News