મોરબીના ઘુંટુ રોડે નદીમાં ડુબી જવાથી યુવાનનું મૃત્યુ મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી નજીકથી પકડાઈ તેરા તુજકો અર્પણ: મોરબી પોલીસે લોકોના 36 મોબાઈલ અને રોકડા 96,000 શોધીને પરત કર્યા જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ 2.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરાયું ડાયાલિસિસ સેન્ટર: વાંકાનેરના મહારાજા, રાજકોટના યુવરાજ, સાંસદ સહિતના હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ડમ્પર ચાલકની ધરપકડ


SHARE





મોરબીના પીપળી ગામ પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ડમ્પર ચાલકની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શોરૂમની સામેના ભાગમાં રોડ સાઈડમાં પડેલા ડમ્પરની પાછળના ભાગે બાઇક અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઇક લઈને જઈ રહેલા વૃદ્ધનું મોત નિપજયુ હતુ જે બનાવની  મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ સવજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૫૫)એ થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૧૨ બીડબ્લ્યુ ૯૯૫૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૨૨/૨ ના ૭:૩૦ વાગ્યા પહેલા તેના ભાઈ ડાયાભાઈ સવજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૨) બાઈક નંબર જીજે ૧૩ આર ૮૬૯૩ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પીપળી ગામ થી આગળ આવેલ પલોવા ટાઇલ્સના શોરૂમ સામે રોડ સાઈડમાં ડમ્પર ઊભું રાખવામાં આવ્યું હતું જોકે કોઈ સિગ્નલ કે આડશ કર્યા વગર ડમ્પરને ત્યાં ઉભું રાખેલ હોય ફરિયાદીના ભાઈનું બાઈક તેમાં પાછળ અથડાતા તેને કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે ફરિયાદના આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા અને રાઇટર વાસુદેવભાઈ દ્વારા આરોપી સંજયકુમાર પ્રમોદકુમાર યાદવ જાતે આહીર (૨૫) રહે. હાલ લક્ષ્મીનગર સોસાયટી કુબેર ટોકીઝ પાછળ મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે




Latest News