મોરબીથી ભેજાબાજોએ ત્રણ કંપનીની ટાઇલ્સ-સેનેટરીની આડમાં એટીએમ કાર્ગોના કન્ટેનરમાં ત્રિપુરા મોકલવેલ નસીલી સિરપ
SHARE









મોરબીથી ભેજાબાજોએ ત્રણ કંપનીની ટાઇલ્સ-સેનેટરીની આડમાં એટીએમ કાર્ગોના કન્ટેનરમાં ત્રિપુરા મોકલવેલ નસીલી સિરપ
મોરબીના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ હતી અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે મુખ્ય સૂત્રધાર રવિ કંડીયાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે ત્યારે તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે તેવામાં એટીએમ કાર્ગોના કન્ટેનર મારફતે અગાઉ આવેલ નસીલી સિરપની બોટલોને ત્રિપુરા સુધી લઈ જવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસ દ્વારા આગળની વધુ તપાસ કરવામાં આવી રહી છે
મોરબીના રંગપર નજીક આર-ટાઇલ એટ્લે કે રોયલ લક્ઝરી ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં એલસીબીની ટીમે રેડ કરી હતી અને નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો પકડ્યો હતો ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ માલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા ત્રણ સહિત ૬ શખ્સોની સામે એનડીપીએસ એક્ટની જુદીજુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી અને ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર અને માલ મોકલાવનારને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં રવિ મહિપતભાઈ કંડિયાની પોલીસે ધરપકડ કરેલ હતી અને તે આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે
વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ કોડીન યુકત કફ સીરપની બોટલો ગોડાઉનમાં રાખનાર રવિ મહિપતભાઈ કંડિયાના રિમાન્ડ મેળવીને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે એવી માહિતિ સામે આવેલ છે કે, આ ગોડાઉનમાં અગાઉ જે ૪૫૦ બોટલ સિરપ આવી હતી તેને એટીએમ કાર્ગોના કન્ટેનર મારફતે ટાઇલ્સ અને સેનેટરીની આડમાં મોરબીથી ત્રિપુરા સુધી લઈ જવામાં આવેલ છે જે કન્ટેનરમાં નસીલી સિરપને લઈ જવામાં આવી હતી તે કન્ટેનરમાં થાનમાં આવેલ નાઇસ વેર સેનેટરી અને મોરબીમાં આવેલ લેમસ્ટોન તેમજ લોરીસન સિરામિક નામના કારખાનામાંથી માલ ભરવામાં આવ્યો હતો વધુમાં મળતી માહિતી મુજબ રવિ કંડિયાના રોયલ લક્ઝરી ટાઇલ દ્વારા આ ત્રણેય કારખાનામાંથી માલની ખરીદી કરવામાં આવ્યા બાદ તેની આડમાં નસીલી સિરપની હેરફેરી ગુજરાતથી ત્રિપુરા સુધી કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. મોરબી ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. મહારાષ્ટ્ર, ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. તેલંગણા વાળાને પકડવામાં આવેલ હતા જે હાલમાં તા ૧૫ સુધી રિમાન્ડ ઉપર છે તેવામાં ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ) વાળાની ધરપકડ કરીને પોલીસે તેના પાનાં રિમાન્ડ મેળવેલ છે અને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે જો કે, આ ગુનામાં પકડવાના બાકી માલ મોકલાવનાર આરોપી મસુદ આલમ પકડાશે પછી હજુ પણ સ્ફોટક માહિતી સામે આવે તેવી વાતને નકારી શકાય તેમ નથી હાલમાં આ ગુનાની તપાસ માટે ગયેલ ટીમે ધનબાદમાં ધનબાદ પોલીસ, ગુજરાત પોલીસ, આરોગ્ય વિભાગના ડ્રગ ઇન્સ્પેક્ટર અને મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવી હતી ત્યારે બંધ વેર હાઉસનું તાળું તોડીને વેર હાઉસ ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી કફ સિરપનો મોટો જથ્થો મળી આવેલ છે જેથી કરીને ૫૬ લાખનો માલ મળી આવેલ છે

