માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્કો એલ્યુમિનિ એસો. દ્વારા એલ.ઇ. કોલેજમાં ૧૩ મોં ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન યોજાયો


SHARE













મોરબીમાં લેન્કો એલ્યુમિનિ એસો. દ્વારા એલ.ઇ. કોલેજમાં ૧૩ મોં ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન યોજાયો

મોરબીમાં આવેલ લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોલેજના પૂર્વ વિધાર્થીઓનું સંગઠન લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દર વર્ષે કોલેજની વિવિધ શાખાઓ અને વિષયોમાં ટોપ કરતા વિધાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી તેમની સિધ્ધિઓને નવાજે છે.

તાજેતરમાં લેન્કો એલ્યુમિનિ એસો. દ્વારા ૧૩ મો ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ ખાતે યોજાયું હતું અને કોરોના મહામારીને કારણે વચ્ચેના સમયમાં ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશનનું આયોજન થઈ શક્યું ન હતું એટલે આ વખતે વર્ષ ૨૦૨૧૨૦૨૨ અને ૨૦૨૩ ના ટોપર વિધાર્થીઓને એકીસાથે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને કુલ ૩૬ ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વોટર  ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના ચીફ જનરલ મેનેજર ધારા વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે અતિથિ વિશેષ એલ.ઇ. કોલેજના પ્રિન્સીપાલ બી.એમ. સુથારલેન્કો એલ્યુમિનિ એસો.ને હરહંમેશ સહયોગ આપે છે.

આ કાર્યક્રમમાં વર્ષ ૧૯૬૮ થી લઈને ૨૦૨૩ પાસ આઉટ થયેલા ૨૨૫ થી વધારે પૂર્વ વિધાર્થી મિત્રોએ સાથે મળીને ખુબ આનંદ કર્યો હતો અને ખાસ કરીને કોલેજના છોકરાઓને ડાન્સ કરતા જોઈને ૫૦ થી લઈને ૭૫ વર્ષના લેન્કો મિત્રો પણ સ્ટેજ પર ચડીને ધમાલ મસ્તી અને ડાન્સ કરવા લાગ્યા હતા. આ લેન્કો એલ્યુમિનિ એસો.ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હરીશ રંગવાલાના સહયોગથી  લેન્કો એલ્યુમિનિ એસો. દ્વારા કોલેજમાં ૨૦ ફુલ્લી ઈકવીપડ કોમ્પ્યુટર સાથે નવી લેન્ગવેજ લેબ શરૂ કરવામાં આવી હતી આ કોલેજ કેમ્પસમાં લેન્કો એલ્યુમિનિ એસો. દ્વારા ફુલ્લી ફર્નીશ્ડ ઓફિસ તૈયાર કરવામાં આવી છે જેથી કોલેજ કેમ્પસમાં આવતા પૂર્વ વિધાર્થીઓ હવે ઓફીસમાં બેસીને ગેટ ટુ ગેધરનો આનંદ લઇ શકશે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લેન્કો એલ્યુમિનિ એસો.ના પ્રેસિડેન્ટ અમૃત મેનપરાવાઈસ પ્રેસિડેન્ટ હસમુખ ઉભડીયાસેક્રેટરી જયદેવ શાહ અને નરસંગ હુંબલે ભારે જહેમત ઉઠાવી હતી. અને લેન્કો એલ્યુમિનિ એસો. મોરબી ચેપ્ટરના પ્રેસિડેન્ટ પરેશ પટેલનો ઉમદા સહયોગ રહ્યો હતો








Latest News