હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે લેબર ક્વાર્ટરમાં આગ લાગતાં દાઝી ગયેલ પાંચ પૈકીનાં વધુ બે શ્રમિકના મોત, કુલ ત્રણના મોત


SHARE













વાંકાનેરના માટેલ રોડે લેબર ક્વાર્ટરમાં આગ લાગતાં દાઝી ગયેલ પાંચ પૈકીનાં વધુ બે શ્રમિકના મોત, કુલ ત્રણના મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં થોડા સમય પહેલા ગેસના બાટલામાં લીકેજ થવાના કારણે બંધ રૂમમાં ગેસ પ્રસરી ગયો હતો અને ત્યારબાદ લાઇટર કરતાની સાથે જ આગ લાગી હતી જે બનાવમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાઝી ગયા હતા જેથી તેને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે ત્રણ યુવાનોને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન વધુ બે યુવાનના મોત નીપજ્યું છે આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મળીને ત્રણ યુવાનોના મોત નિપજ્યાં છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગત તા. ૯/૩ ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ક્રેવીટા સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી અને જે ઘટનામાં બે સગા ભાઈ સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાજી ગયા હતા જેથી કરીને દાઝી ગયેલ હાલતમાં તે તમામ વ્યક્તિઓને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તા ૧૩ ના રોજ આશિષ પ્રેમકુમાર બંજારા (૨૦) રહે. હાલ ક્રેવીટા સીરામીક લેબર કોલોની માટેલ મૂળ રહે જારખુરપા જિલ્લો નરસિંહપુર મધ્યપ્રદેશ વાળાનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ આ ઘટના દાઝી ગયેલ મૃતક આશિષનો સગો ભાઈ વિકાસ પ્રેમકુમાર બંજારા (૨૨) અને લક્ષ્મણ વિષ્ણુ કહાર (૨૧)નું પણ રાજકોટ ખાતે મોત નીપજયું છે જે અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે લેબર ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં હજુ રિતેશ ધર્મેન્દ્રભાઈ કુશવાહા (૨૨) અને રાહુલ સુમંત બંજારા (૧૮) હાલમાં મોરબી ખાતે સારવારમાં છે આ અંગેની આગળની વધુ તપાસ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News