મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જમીન દબાણ સહિતના મુદા ગુંજયા


SHARE









મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જમીન દબાણ સહિતના મુદા ગુંજયા

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે માર્ચ માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી. જેમાં વિકાસકાર્યોને લગતા વિવિધ મુદ્દે ધારાસભ્યઓએ રજૂઆત કર્યા હતા અને જે કામ ચાલી રહ્યા છે તેને સમયમર્યાદામાં પૂર્ણ કરવા આયોજન ઘડી કાઢવા સુચનો કર્યા હતા

આ બેઠકમાં હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન દબાણ,પેટા કેનાલ, નગરપાલિકાના વિસ્તારના રસ્તાઓની મરમત કરવી, પીવાના પાણીની સુવિધા વધારવી તેમજ આરોગ્યને લગતા તમામ પ્રશ્નો, શાળાના ઓરડાઓ, ગામડાઓમાં એસ.ટી બસની સુવિધા વધારવા સહિતના પદાધિકારીઓને સૂચના આપી વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. અને સર્વે ધારાસભ્યઓએ એક સૂરમાં વિકાસ કાર્યોમાં સક્રિય સહભાગી થવા અને નિયમોનુસાર કામગીરી કરવા અધિકારીઓને અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા  પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશિલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ કચેરીના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News