મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે અજુગતું પગલું ભરી જતા યુવાનનું મોત


SHARE













મોરબીના સોખડા ગામે અજુગતું પગલું  ભરી જતા યુવાનનું મોત

મોરબીના સોખડા ગામે આવેલ યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજયુ હતું અને ડેડબોડી સિવિલે લાવવામાં આવતા હાલ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના સોખડા ગામ પાસે આવેલ નીરામય કંપની નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની મુકેશભાઇ બહુસિંગભાઈ કર્મા નામના ૪૫ વર્ષના યુવાને આજે તા.૧૫ ના મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં તેના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજત્તા ડેડબોડીને પીએમ માટેની અહિંની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.હોસ્પિટલ ખાતેથી મોરબી તાલુકા પોલીસમાં યાદી આવતા હાલ આ બનાવની આગળની તપાસ વિજયભાઈ ડાંગરને સોંપવામાં આવી છે.હાલ બનાવના કારણ સંદર્ભે વી.એસ.ડાંગર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ઇશ્વરભાઇ દેવશીભાઈ મકવાણા નામના ૫૬ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તેઓ ઘનશ્યામપુર ગામેથી હળવદ તરફ જતા હતા ત્યારે રસ્તામાં આવતી સદભાવના સ્કૂલ નજીક તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી તેમને ઇજા થતા સારવાર માટે મોરબી લવાયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસેની આરટીઓ કચેરી નજીક ટ્રક ઉપર ચડીને તાલપત્રી બાંધતા સમયે ટ્રક ઉપરથી નીચે પડી જતા મૂળ તમિલનાડુના કાનનભાઈ ઈશ્વરનભાઈ નામના ૪૪ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી.જેથી તેને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયાએ તપાસ કરી હતી.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામે રહેતા રાજેશભાઈ કલાભાઈ સોલંકીને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ તપાસ કરતા સામે આવ્યું હતું કે, રાજેશભાઈ સોલંકી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા હાલતમાં તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News