હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની સંઘવી શેરીમાં ઘરે ચક્કર આવતા પડી જવાથી આધેડનું મોત


SHARE













વાંકાનેરની સંઘવી શેરીમાં ઘરે ચક્કર આવતા પડી જવાથી આધેડનું મોત

વાંકાનેરમાં આવેલ સંઘવી શેરીમાં રહેતા આધેડ પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેને ચક્કર આવતા પડી ગયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં દરબારગઢ રોડ ઉપર આવેલ સંઘવી શેરીમાં રહેતા સહદેવભાઈ રવિવનભાઈ ગોસાઈ (૫૨) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા અને જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે.
દવા પી જતા સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો વિરેન્દ્રસિંહ ચંદ્રસિંહ જાડેજા નામનો ૩૬ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર શનાળા ગામે આવેલ સમાજ વાડી નજીક ગ્રાઉન્ડમાં અકળ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી બેભાન હાલતમાં તેને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરીને આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ હોવાથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી હરેશભાઈ ચાવડાએ આ બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરી હતી.
આધેડ મહિલા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં મસ્જિદ નજીક રહેતા ઝરીનાબેન વલીમામદભાઈ પલેજા નામના ૫૦ વર્ષીય મહિલાને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા મોડી રાત્રિના દસેક વાગ્યે સારવાર માટે લાવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને તપાસ કરી હતી






Latest News