મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયાથી સારવાર માટે ખસેડાયેલ યુવાનનું રસ્તમાં સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબીના જાંબુડીયાથી સારવાર માટે ખસેડાયેલ યુવાનનું રસ્તમાં સારવાર દરમ્યાન મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા યુવાનને કેન્સરની બીમારી હોય જાંબુડીયાથી ૧૦૮ મારફતે તેને મોરબી લઈને આવતા હતા ત્યારે લાલપર નજીક અચાનક દુખાવો ઉપાડતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા મનસુખભાઈ અવચરભાઈ વઢુરકીયા (૪૩) નામના યુવાનને કેન્સરની બીમારી હોય તેને જાંબુડીયા ગામથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે લાલપર ગામ નજીક તેને અચાનક દુખાવો પડ્યો હતો અને તેનું મૃત્યુ નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર પાસે પ્રેમજીનગરમાં રહેતા કાંતિભાઈ મેરૂભાઈ ઝાલા (૩૫) યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ.એમ. ઝાપડીયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ શુભમ સીરામીકમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દંપતીને ઇજા થઇ હોવાથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે અને આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે પ્રિયંકાબેન શ્રીમંતસિંહ કુશવાહ અને શ્રીમંતસિંહ રામશંકર કુશવાહ નામના પતિ પત્નીને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે






Latest News