મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ નીચેથી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ


SHARE







વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ નીચેથી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેરની પંચાસર ચોકડી પાસે મચ્છુ નદી નીચેથી એક શખ્સ પસાર થઈ રહેલ હતો તેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે બે હજારની કિંમતનું હથિયાર કબ્જે કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે વાંકાનેરની પંચાસર ચોકડી પાસે આવેલ મચ્છુ નદીના પુલ નીચેના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી બનાવટની જામગરી બંદૂક એક મળી આવી હતી જેથી પોલીસે બે હજારની કિંમતનું હથિયાર કબ્જે કરીને આરોપી હાજીભાઈ ઇબ્રાહીમભાઇ મોવર જાતે મિયાણા (૩૫) રહે. નવાપરા સંધિ સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરીને તેની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ શા માટે હથિયાર સાથે રાખતો હતો અને તે હથિયાર ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા કોમલબેન અમરસીભાઈ સોનાગરા (૨૦) નામની યુવતી બાઈકમાં બેસીને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઈકમાંથી નીચે પટકાતાં તેને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News