મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ નજીક રોડના ડિવાઇડર ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના જસમતગઢ નજીક રોડના ડિવાઇડર ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત

મોરબીના જસમતગઢ ગામની સીમમાં પ્રસાદ કારખાનાના ગેટની સામે ચાલતા જતા સમયે નવા બનતા રોડના ડિવાઈડર ઉપરથી યુવાન નીચે પડ્યો હતો જેથી તેને માથાના ભાગે ઇજા થવાના કારણે યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પ્રસાદ કારખાનાના ગેટની સામેના ભાગમાંથી મૂળ એમપી નો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ સેન્વીસ સિરામિક કારખાનામાં રહેતા હાફિશભાઈ બુટેમેમ્બર પઠાણ જાતે મુસ્લિમ (૪૫) નામનો યુવાન નવા બનતા રોડના ડિવાઈડર ઉપરથી ચાલતા ચાલતા જતો હતો ત્યારે કોઈ કારણોસર તે ડિવાઈડર ઉપરથી પડી જતા તેને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ખાખરેચી ગામના પાટીયા નજીક રહેતા ટપુભાઈ જલિયાભાઈ ડામોર (૩૩) નામનો યુવાન અણીયારીના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇયાજ પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળ વધુ તપાસ મહેશભાઇ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News