હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી ૨૬૦૮ બોટલ દારૂ-૪૫૬૦ બિયરના ટીન સાથે એકની ધરપકડ: ૨૪ લાખનો મુદામાલ કબ્જે


SHARE













વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી ૨૬૦૮ બોટલ દારૂ-૪૫૬૦ બિયરના ટીન સાથે એકની ધરપકડ: ૨૪ લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લા એલસીબીની ટીમે વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ડ્રાઇવર વિજય હોટલ પાસે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ આઇસર ગાડી રોકીને ચેક કરી હતી ત્યારે તેમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૬૦૮ બોટલ દારૂ તેમજ ૪૫૬૦ બિયરના ટીન અને વાહન, મોબાઈલ તેમજ રોકડ રૂપિયા મળીને કુલ ૨૪,૦૨,૩૦૦ ના મુદામાલ સાથે હાલમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ મોકલાવનાર તેમજ મંગાવનાર સહિત ત્રણ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આગામી સાતમી મે ના રોજ લોકસભાની ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીમાં દારૂની હેરાફેરી રોકવા માટે થઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર બાઉન્ડ્રી પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરેશભાઇ હુંબલ, વિક્રમભાઇ કુગશીયાને મળેલ હકિકત આધારે અમદાવાદ તરફથી આઇસર નં જીજે ૧૫ એએક્સ ૦૧૯૪ રાજકોટ તરફ જતું હતું ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી નજીક આવેલ ડ્રાઇવર વિજય હોટલ સામે મળેલ બાતમી વાળું આઇસર આવતાની સાથે જ તેને રોકીને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી જુદીજુદી બ્રાન્ડની ૨૬૦૮ બોટલ દારૂ અને જુદીજુદી બ્રાન્ડના ૪૫૬૦ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ અને બીયર તેમજ ૧૦,૦૦,૦૦૦ નું આઇસર, ૫૦૦૦ નો એક મોબાઈલ અને રોકડા ૬૫૦૦ આમ કુલ મળીને ૨૪,૦૨,૩૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે અને હાલમાં આરોપી સુભાષસીંગ કેદારસીંગ સીંગ જાતે રાજપુત (૩૪) રહે. મેનીજોર પોસ્ટ ગાદી વીશનપુર થાણા બૈરા જીલ્લો જમુઇ બિહાર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હેમંતભાઇ પટેલ રહે. દમણ વાળાનું નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે માલ મોકલાવનાર અને માલ મંગાવનાર સહિતનાઓની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ખાતે ગુનો નોંધીને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ. ભોચીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News