મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની બક્ષી શેરીમાં ફઈબાના ઘર પાસે શેરીમાં ઊભા ફોન ઉપર વાત કરતાં ભત્રીજાને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીની બક્ષી શેરીમાં ફઈબાના ઘર પાસે શેરીમાં ઊભા ફોન ઉપર વાત કરતાં ભત્રીજાને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ બક્ષી શેરીમાં ફઈબાના ઘરે આવેલ ભત્રીજો શેરીમાં ઉભા ઉભા ફોનમાં વાત કરતો હતો ત્યારે ત્યારથી વાહન લઈને પસાર થયેલા તે વિસ્તારમાં રહેતા શખ્સે તેની સાથે બોલાચાલી કરીને તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ત્યાં વચ્ચે પડેલા યુવાનના દાદીને આરોપીએ કમરના ભાગે લાત મારીને ઇજા કરી હતી જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધા સહિત બંને વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા મયુરભાઈ મનહરભાઈ દવે જાતે બ્રાહ્મણ (ઉમર ૨૯) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેહુલભાઈ દિલીપભાઈ પીઠડીયા, કરનભાઈ દિલીપભાઈ પીઠડીયા તેમજ એક અજાણ્યો માણસ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓના ફઈબા બક્ષી શેરીમાં રહેતા હોય ત્યાં તેના મોટા ફઈબાને મુકવા માટે થઈને ફરિયાદી યુવાન ત્યાં ગયો હતો અને ત્યારે ફોન આવતા તે શેરીમાં ઉભા ઉભા ફોનમાં વાત કરી રહ્યો હતો ત્યારે આરોપી મેહુલભાઈ પીઠડીયા ત્યાં શેરીમાંથી વાહન લઈને નીકળ્યો હતો અને હોર્ન વગાડતા ફરિયાદી યુવાન રોડ સાઈડમાં થઈ ગયો હતો તેમ છતાં પણ પોતાનું વાહન ઉભું રાખીને મેહુલભાઈ પીઠડીયાએ તેની સાથે બોલાચાલી કરી શેરીમાં મોબાઈલ ફોન ઉપર વાત ન કરવી તેવું કહીને તેને ગાળો આપી હતી. ત્યારબાદ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને ત્યારે તેના દાદી વચ્ચે પડતા તેઓને કમરના ભાગે આરોપી મેહુલભાઈ પીઠડીયાએ લાત મારીને ઇજા કરી હતી જેથી તેઓને ડાબા પગના સાથળના ભાગમાં ફેકચર જેવી ઈજા થયેલ છે માટે બંને ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ મયુરભાઈ દવેએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. જ્યારે સામાં પક્ષેથી મેહુલ દિલીપભાઈ પીઠડીયા (૨૬) રહે.બક્ષી શેરી ગ્રીનચોક વાળાએ પણ મારામારી કરવા અંગે મયુર મનહર દવે સામે વળતી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ કરકર દ્વારા બંને પક્ષેથી ફરિયાદ લઈ આગળની તજવીજ શરૂ કરેલ છે.






Latest News