મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ચિંતન ગોષ્ઠી-સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મોરબી જિલ્લામાં ત્રીજું સંમેલન યોજાયું


SHARE







સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ચિંતન ગોષ્ઠી-સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મોરબી જિલ્લામાં ત્રીજું સંમેલન યોજાયું

સંસ્કૃત ભારતી મોરબી જનપદ દ્વારા આયોજિત જનપદ સંસ્કૃત સંમેલન તાજેતરમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભાણદેવજી મહારાજ (સરસ્વતી નિકેતન આશ્રમ-મોરબી), પ્રો.ડો.લલિતકુમાર પટેલ (સહપ્રાંત મંત્રી સંસ્કૃત ભારતી), ડો.કનુભાઈ કરકર (વિદ્યા ભારતી), ડો.જયન્તીભાઈ ભાડેશિયા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), વિઠ્ઠલભાઈ (સંસ્કૃત ભારતી ટ્રસ્ટી), ડો.પ્રણવભાઈ રાજ્યગુરુ (સહ પ્રાંત મંત્રી સંસ્કૃત ભારતી), ડો.કાંતિભાઈ કાથડ (રાજકોટ વિભાગ સંયોજક), સુનિલભાઈ પરમાર (મોરબી શિશુ મંદિર નિયામક), મયુરભાઈ શુક્લ (સંસ્કૃત ભારતી પ્રાંત ગણ સદસ્ય) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ મુખ્યત્વે ત્રણ ચરણમાં યોજવામાં આવેલું હતું.જેના પહેલા ચરણમાં સંસ્કૃત વસ્તુ પ્રદર્શની અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાહિત્ય પ્રદર્શનની, બીજા ચરણમાં સંસ્કૃત ચિંતન ગોષ્ઠી અને ત્રીજા ચરણમાં સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.

પ્રથમ ચરણમાં સંસ્કૃત વસ્તુ પ્રદર્શન હતુ જેમા ૫૦૦ થી વધુ રોજબરોજના જીવનમાં ઉપયોગી વસ્તુઓ સંસ્કૃતમાં નામ સાથે રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સ્પોકન સંસ્કૃતના પ્રયાસ રૂપે સ્થળ ઉપર જ સંસ્કૃતના ૧૦ પાઠય બિંદુ શીખવવામાં આવતા હતા.તેમજ વિશેષ આકર્ષણ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાહિત્યની પ્રદર્શની યોજવામાં આવેલ તે હતી. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન ઉપસ્થિત મુખ્ય અતિથિ ડો.લલીતભાઈ પટેલ, ડો.કનુભાઈ કરકર, પ્રાંતગણ સહમંત્રી ડૉ.પ્રણવભાઈ રાજ્યગુરુ, પ્રાંત સંપર્ક પ્રમુખ વિઠ્ઠલભાઈ વાગડિયા , રાજકોટ વિભાગ સંયોજક ડૉ.કાંતિભાઈ કાથડ તેમજ શ્રી સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.જયારે બીજા ચરણમાં સંસ્કૃત વિશે ચિંતન ગોષ્ઠિ યોજાઇ હતી.તેઆ મુખ્ય વક્તા ડો.લલીતભાઈ પટેલ તેમજ ડો.કનુભાઈ કરકર દ્વારા ચિંતન ગોષ્ઠિમાં આવેલા શૈક્ષણિક સંસ્થાના સંચાલકો, સંસ્કૃત ગૌરવ પરીક્ષા કેન્દ્ર સંયોજકો, સંસ્કૃતિ શિક્ષકો તેમજ સંસ્કૃત અનુરાગીઓને સંસ્કૃત શા માટે શીખવુ જોઇએ ? સંસ્કૃત શીખવું ખરેખર સરળ છે ? સંસ્કૃતનું મહત્વ શું છે ?આ વિષય ઉપર ચિંતન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જયારે ત્રીજા ચરણમાં સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ જેમા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા, સંસ્કૃત ગૌરવ પરીક્ષા કેન્દ્રો દ્વારા, સંસ્કૃત કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં સંસ્કૃત નાટક, સંસ્કૃત ગરબા, સંસ્કૃત સંવાદ, સંસ્કૃત ભરતનાટ્યમ, શ્લોકની અંતાક્ષરી, અભિનયગીત, સંસ્કૃત ગીત વગેરે કૃતિઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.સમગ્ર રીતે સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર, સંવર્ધન અને વિસ્તાર માટે જે જનપદ સંમેલન યોજાયું હતું.તેનો હેતુ સિદ્ધ થયો હતો. સમગ્ર મોરબી જનપદમાં સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું.કાર્યક્રમના અંતે મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લ અને જનપદ સહસંયોજક હિરેનભાઈ રાવલ દ્વારા તમામ મહાનુભાવો, અતિથિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સંસ્કૃત શિક્ષકો, અભિભાવુકો તમામનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News