હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટેન્કરના ચાલકે બાઇકને હડફેટે લેતા ચગદાઈ જવાથી આધેડનો જમણો હાથ કપવો પડ્યો


SHARE













વાંકાનેર નજીક ટેન્કરના ચાલકે બાઇકને હડફેટે લેતા ચગદાઈ જવાથી આધેડનો જમણો હાથ કપવો પડ્યો

વાંકાનેર નજીક હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસેથી આધેડ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ટેન્કરના ચાલાકે તેનો ઓવરટેક કરવા જતા સમયે બાઇકને ટક્કર મારી હતી જેથી કરીને આધેડ રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને ત્યારે તેના જમણા હાથ ઉપરથી ટેન્કરનો વ્હીલ ફરી વળ્યું હતું જેથી તેને ગંભીર ઈજા થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને ટેન્કર ચાલક અકસ્માત કરીને ત્યાંથી નાશી ગયો હતો જો કે, સારવાર દરમિયાન આધેડનો કોણી પાસેથી જમણો હાથ કાપવો પડ્યો છે જેથી સારવાર લીધા બાદ હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના બોર્ડ પાસેથી નેશનલ હાઈવે રોડ ઉપરથી વાંકાનેર તાલુકાનાં ગારીયા ગામે રહેતા મચ્છારામ ખાખીરામ ગોંડલીયા જાતે બાબાજી (૫૦) નામના આધેડ પોતાનું બાઈક નંબર જીજે ૩ એલપી ૫૮૬૩ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટેન્કર ગાડી નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૪૧૧૭ ના ચાલકે તેના બાઈકનો જમણી બાજુથી ઓવરટેક કરવા જતા સમયે બાઇકને ટક્કર મારી હતી જેથી કરીને ફરિયાદી આધેડ બાઈક સહિત રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને ટેન્કર ચાલકે આગળ જતાં સમયે ફરિયાદીના જમણા હાથ ઉપરથી તેના ટેન્કરનું પાછલું વ્હીલ ફેરવી દીધું હતું જેથી તેને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનો જમણો હાથ કોણી પાસેથી કાપવો પડ્યો છે અને સારવાર લીધા બાદ ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ટેન્કરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ નારણભાઈ સુખાભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીક અકસ્માતનો બનાવ બનેલ હતો જેથીમાં ઉમેશભાઈ રામચરણ મૌર્ય (૩૨) રહે. ઘૂટું રોડ મોરબી તથા રમેશ શંકરભાઈ મૌર્ય (૩૫) રહે. કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીના રામકૃષ્ણ નગરમાં રહેતા રાજુભાઈ કાથડભાઇ ડાંગર (૪૫) નામનો યુવાન શિવમ હોસ્પિટલ પાછળના ભાગમાંથી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા રાજુભાઈને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News