અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: ગુનો નોંધાયો


SHARE









મોરબીના બેલા નજીક કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: ગુનો નોંધાયો

મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ સીરામીક યુનિટમાં થોડા દિવસો પહેલા વહેલી સવારે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં બાથરૂમ જવા માટે ગયેલ મહિલાને યુનીટમાં કોલસા ઉપાડવાનું કામ કરતાં લોડરના ચાલકે વાહનને રિવર્સમાં લેતા સમયે હડફેટે લીધી હતી જેથી તે મહિલાનું મોત નીપજયું હતું અને આ બનાવમાં હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તે આવેલ લીડસન વિટ્રીફાઈડ નામના યુનિટની અંદર નાઈટ શિફ્ટમાં સાફ-સફાઈનું કામકાજ કરતી મજુર મહિલા રામવતીબેન રામગોપાલભાઈ (૩૧) મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાઓને તા ૨૦/૩ ના રોજ વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં યુનિટની અંદર કોલસા ઉપાડવાનું કામકાજ કરતા લોડરના ડ્રાઈવરે હડફેટે લીધા હતા. જેથી કરીને તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતક મહિલાના પતિ રામગોપાલ ઉર્ફે લખન કામોદભાઈ (૩૨) રહે. હાલ લીડસન વિટ્રીફાઈડ સિરામિક મૂળ રહે એમપી વાળાએ લોડર નંબર જીજે ૩૬ એસ ૩૪૨૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક મહિલા વહેલી સવારે બાથરૂમ જવા માટે ગયેલ હતી ત્યારે તેને લોડરના ચાલકે હડફેટે લેતા તે મહિલાને છાતીના ભાગે જીવલેણ ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પી જતાં મહિલા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ સીએનજી પેટ્રોલ પંપ પાસે મિલી પાર્કમાં રહેતા ધર્મિષ્ઠાબેન સતિષભાઈ કાવર (૩૫) નામની મહિલા ઘરે હતી ત્યારે ઝેરી દવા પી જતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહિલાનો લગ્ન ગાળો સાત વર્ષનો છે અને તેને સંતાનમાં એક બાળક છે તેવી માહિતી સામે આવી છે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે




Latest News