અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

કેમ મારી સામે જોયા કરો છો કહેતાની સાથે જ મોરબીમાં યુવતીને માર મારીને મારી નાખવાની ધમકી


SHARE









 

કેમ મારી સામે જોયા કરો છો કહેતાની સાથે જ મોરબીમાં યુવતીને માર મારીને મારી નાખવાની ધમકી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની બાજુમાં યુવતી સામે એક શખ્સ જોઈ રહ્યો હતો જેથી કરીને “કેમ મારી સામે જોયા કરો છો” તેવું યુવતીએ પૂછતા આરોપી ઉસકેરાઈ ગયો હતો અને તેણે બોલાચાલી કરીને યુવતીને ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ નખોરીયા ભરીને યુવતીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવતી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં-૧૪ માં ગાયત્રી મંદિરની બાજુમાં રહેતા મીરાબેન સનતભાઈ દુબલ જાતે બ્રહ્મખત્રી (૩૨) નામની યુવતીએ વિરેન્દ્રસિંહ ઉર્ફે ટાવર નટુભા ઝાલા રહે સનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની બાજુમાં તે હતી ત્યારે આરોપી તેને ટગર ટગર જોઈ રહ્યો હતો જેથી ફરિયાદીએ “કેમ મારી સામે જોયા કરો છો’’ તેવું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તે યુવતીની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગાળો આપીને જપાજપી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો અને હાથના નખોરિયા વડે યુવતીને શરીરને ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવતી દ્વારા સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

યુવાન સારવારમાં
મોરબી તાલુકાના પીલુડી ગામે રહેતા મહાવીરસિંહ છોટુભા જાડેજા (૪૦) નામના યુવાને મોરબી નજીકના કાવેરી સિરામિકની સામેના ભાગમાં આવેલ પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યુ પ્રવાહી પી લીધૂ હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની કામગીરી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરલે છે અને વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

ગાડીમાં નુકશાન
મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કમાં જ્યોતિ પેલેસ ખાતે રહેતા મૂળ વાઘપર પીલુડી ગામના રહેવાસી ધીરજભાઈ કરસનભાઈ શેરસીયા જાતે પટેલ (૫૯) નામના વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, તેઓ પોતાની ગાડી લઈને પોતાના ગામ વાઘપર ગયા હતા અને ઘરની પાછળના ભાગમાં તેઓની ગાડી પાર્ક કરીને મૂકી હતી દરમિયાન તેની ગાડી નંબર જીજે ૩૬ એસી ૦૦૧૭ માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી નુકસાન થયેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News