મોરબીના રંગપર પાસે યુવાન ઉપર રાત્રિના પાંચ લોકોનો હુમલો, માથામાં ઇજા થતા સારવારમાં
મોરબીના ટિંબડી નજીક સત્યમ કોલમાં આગ લાગતાં નાશભાગ: કોઈ જાનહાનિ નહીં
SHARE









મોરબીના ટિંબડી નજીક સત્યમ કોલમાં આગ લાગતાં નાશભાગ: કોઈ જાનહાનિ નહીં
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે સત્યમ કોલ નામના યુનિટમાં કોઈ કારણસર આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી અને ત્યાં કોલસાનો મોટા પ્રમાણમાં જથ્થો પણ પડ્યો હતો જેથી કરીને આગ વિકરાળ બને તેવી શક્યતા હતી જેથી કરીને તાત્કાલિક આ અંગેની જાણ હિતેશભાઈ પટેલ દ્વારા મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને કોલસાના ઢગલા પાસે લાગેલી આગને કંટ્રોલ કરવા માટે થઈને પાણીનો મારો ચાલુ કરવામાં આવ્યો હતો અને આગને ફાયર વિભાગની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં પાણીનો મારો ચલાવીને કાબુમાં લઈ લેવામાં આવી હતી તેવી માહિતી કારખાનેદાર પાસેથી જાણવા મળી રહી છે અને સદનસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થયેલ નથી તેવું પણ જાણવા મળી રહ્યું છે
