મોરબીના ટિંબડી નજીક સત્યમ કોલમાં આગ લાગતાં નાશભાગ: કોઈ જાનહાનિ નહીં
મોરબીમાં મૃત વ્યક્તિને હયાત બતાવીને ખોટા સોંગદનામા કરીને મિલકતો વેંચી નાખી !: નવ વ્યક્તિઓની સામે લેખિત ફરિયાદ
SHARE









મોરબીમાં મૃત વ્યક્તિને હયાત બતાવીને ખોટા સોંગદનામા કરીને મિલકતો વેંચી નાખી !: નવ વ્યક્તિઓની સામે લેખિત ફરિયાદ
મોરબી સહિત ગુજરાતમાં ઘણી જગ્યાએ જમીનના કૌભાંડ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીમાં અવસાન પામેલ વ્યક્તિને હૈયાત હોવાની ખોટી હકિકત દર્શાવવામાં આવી હતી અને ખોટા સોંગદનામા કરી અવસાન પામેલ વ્યક્તિના કુલમુખત્યારનામાનો ગેરઉપયોગ કરી મિલ્કત વેચાણ કરી નાખવામાં આવેલ છે જેથી કરીને આ અંગે એસપીને લેખિતને ફરિયાદ આપવામાં આવી છે અને આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવાની માંગ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ છે.
મોરબીના મહેન્દ્રપરામાં આવેલ સીટીસર્વે કચેરી ના વોર્ડ નં-૩, શીટ નં-૧૪૧ તથા સીટીસર્વે નં-૨૪૯/૧ થી નોંધાયેલ જગ્યામાં ગ્રાઉન્ડ ફલોરમાં ૧ થી ૨૨ દુકાનો તથા ફર્સ્ટ ફલોર માં ૧ થી ૧૯ ઓફિસોના કોમ્પલેક્ષનું બાંધકામ કરેલ છે જે અંગેનો વહીવટ વેચાણ કરવા માટે વિજયભાઈ રામજીભાઈ સોનગ્રાને કિશોરભાઈ મુળજીભાઈ દેત્રોજા વિગેરે ૯ શખ્સોએ લલચાવી, ફોસલાવી, વિશ્વાસમાં લઈ ૯ શખ્સો પૈકીના નરેશભાઈ નોંધણભાઈ હડીયલ તથા ઉર્મિલાબેન હરિલાલ જોષીને તા.૧૮-૧૦-૨૦૧૧ ના રોજ કુલમુખત્યારનામું કરી આપેલ હતું અને ત્યારબાદ તે ફુલમુખત્યારનામાના આધારે કિશોરભાઈ મુળજીભાઈ દેત્રોજા વિગેરે ૯ શખ્સોએ સાથે મળીને એક સંપ કરીને ષડયંત્ર રચી, કાવત્રુ કર્યું હતું અને વિજયભાઈ રામજીભાઈ સોનગ્રાને કોઈપણ હીસ્સો આપ્યા વગર અમુક દુકાનો તથા ઓફિસો બારોબાર વહેંચી નાખેલ છે.
ત્યારબાદ વિજયભાઈ રામજીભાઈ સોનગ્રાનુ તા.૨૩-૪-૨૦૨૧ ના રોજ અવશાન થતા ઉપરોકત કુલમુખત્યારનામું રદ બાતલ થયેલ હોવા છતા ઉર્મિલાબેન હરિલાલ જોષીએ તા.૩-૯-૨૦૨૧ તથા તા.૧૭-૯-૨૦૨૧ ના રોજ ભાગીદાર વિજયભાઈ રામજીભાઈ સોનગ્રા હૈયાત હોવાના તથા કુલમુખત્યારનામું અમલમાં હોવાની અલગ-અલગ ખોટી હકિકત દર્શાવી હતી અને કરેલ સોગંદનામાના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી સાથે ચેડા કરી અલગ અલગ દસ્તાવેજોથી મિલ્કત/દુકાનો મોટી કિંમતોમાં વહેંચી નાખી છે અને કિશોરભાઈ મુળજીભાઈ દેત્રોજા વિગેરે ૯ શખ્સોએ સાથે મળીને મોટી રકમ પચાવી પાડતા વિજયભાઈ રામજીભાઈ સોનગ્રાના પુત્ર નિલદિપભાઈ વિજયભાઈ સોનગ્રાએ તમામ આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી મિલ્કતના દસ્તાવેજો કબજે કરવા તથા આરોપીઓ સામે ધોરણસર પગલા લેવા મોરબી જિલ્લાના એસપીને લેખિતમાં ફરિયાદ કરેલ છે અને આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવે તેવી માંગણી કરેલ છે
