મોરબીની બે દુકાનમા શુદ્ધ ઘી ના નામે ભેળસેળીયા ઘી નું વેચાણ !: ૫૦ કિલો જથ્થો સીઝ
મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર કાલે રાસ-ગરબાનું આયોજન: નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે
SHARE









મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર કાલે રાસ-ગરબાનું આયોજન
મોરબીમાં નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીની ઊજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તા.૧૩/૪ ને શનીવારે રાત્રે નવ વાગ્યે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ટીમના સંગાથે વિકાસ વિધાલયની બાળાઓ સાથે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે માતાજીના રાસ-ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરેક બહેન અને કરીઓને રાસ-ગરબા રમવા માટે ત્યાં આવી શકે છે તેવું શ્રી ધકકાવાળી મેલડી મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે
મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે
મોરબીના શ્રી જીદિલા મામાદેવ ગ્રુપ દ્વારા તા.૧૩ ને શનિવારના રોજ ભકતીનગર-૧ નાનીવાવડી ગામે શ્રી જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે.જેમાં તા.૧૩ ને શનિવાર સવારે શુભ મુહૂર્તમાં મામાદેવનું મહાપૂજન, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૯ :૩૦ કલાકે ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે જે મહોત્સવમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, (જીદિલા મામાદેવ), કાળભૈરવ દાદાના ભુવા હકાભાઇ બજાણીયા, કમલેશભાઈ પરમાર (ચામુંડા માતાજી), ભગીરથભાઈ ગઢવી (મેલડી માતાજી ), બાબુભાઈ સુરણી (મેલડી માતાજી) તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે.રાવળદેવ મુકેશભાઈ (સાયલા વાળા ) તથા સાથી ગ્રુપ હાજર રહસે.સાથે સંતો -મહંતો ઉપસ્થિતિ રહેશે તો ઉપરોક્ત ધાર્મિક મહોત્સવનો લાભ લેવા શ્રી જીદિલા મામાસાહેબ ગ્રુપ નાનીવાવડી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
