મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મતદાતા જાગરણ પર્વનો શુભારંભ
મોરબીની બે દુકાનમા શુદ્ધ ઘી ના નામે ભેળસેળીયા ઘી નું વેચાણ !: ૫૦ કિલો જથ્થો સીઝ
SHARE









મોરબીની બે દુકાનમા શુદ્ધ ઘી ના નામે ભેળસેળીયા ઘી નું વેચાણ !: ૫૦ કિલો જથ્થો સીઝ
મોરબામાં ખાણીપીણીની વસ્તુઓમાં બેફામ ભેળસેળ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળીયું ઘી વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે જેથી મોરબીના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ બે સ્થળેથી ઘી ના નમૂના લીધેલ છે અને અને તેને લેબોરેટરીમાં મોકલાવવામાં આવ્યા છે અને હાલમાં ફૂડ વિભાગની ટીમે ૫૦ કિલો ગ્રામ ઘીનો જથ્થો સીઝ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જાગૃત નાગરિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી હતી જેથી કરીને અધિકારીએ જુદીજુદી બે ટિમ બનાવીને જુદીજુદી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેરમાં શુદ્ધ ઘી ના નામે ભેળસેળીયું ઘી વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ હાલમાં મોરબીની મેઈન બજારમાં આવેલ પાયલ સીંગ સેન્ટર તેમજ નહેરૂગેઈટ પાસે આવેલ આબીદ એચ. અંદાણી નામની બે પેઢીમાંથી ચેક કર્યું હતું અને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા છે અને બંને દુકાનમા મળીને કુલ ૫૦ કિલો ઘી નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને નામુનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે
