માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાની કેંટિંગમાં આર્થિક સંક્રમણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબી નજીક કારખાનાની કેંટિંગમાં આર્થિક સંક્રમણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલ કારખાનાની કેંટિંગમાં આર્થિક સંક્રમણથી મનોમન લાગી આવતા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો મોટો ભાઈ મોરબીની સરકારી હોસ્પિટલો ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની તેના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટ ડી-૨ બ્લોક નં-૪૦૩ માં રહેતા મૂળ ઝીકિયારીના રહેવાસી નિકુલ દિનેશભાઈ ઝાલરીયા જાતે પટેલ (૨૯) નામના યુવાને મોરબીના લખધીરપુર રોડ ઉપર ઘુટુ ગામની સીમમાં આવેલ આલ્ફા સીરામીક કારખાનાની કેન્ટીંગમાં સિમેન્ટના પતરાના સેડની લોખંડની એંગલના હુકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતક યુવાનનો મોટો ભાઈ સાગર દિનેશભાઈ ઝાલરીયા જાતે પટેલ (૩૧) રહે. ક્રાંતિજયોત એપાર્ટમેન્ટ ડી-૨ બ્લોક નં-૪૦૩ વાળો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને આ બનાવની તેના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણ આવી ગયેલ હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી તે ગુમશુમ રહેતો હતો અને આર્થિક સંકળામણ બાબતે તેને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે કારખાનાની કેંટિંગમાં લોખંડની એંગલના હુકમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News