માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ


SHARE











મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ

આવતી કાલે દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે ત્યાર પહેલા મોરબીમાં મોરબી જિલ્લા હિન્દૂ ઈવા વાહિની, આંતરરાષ્ટ્રીય પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ સંગઠન અમે સર્વે સનાતન હિન્દુ  સંગઠન દ્વારા મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શ્રી રામ જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે દર વર્ષે જે રીતે શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આવું જ આયોજન આ વર્ષે પણ મોરબીમાં કરવામાં આવ્યું છે અને  હિન્દુ સમાજની આસ્થા  અને હિન્દુ સંસ્કૃતિ મુજબ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લામાં હિન્દુ સમાજની લાગણીને ઠેસના પહોંચે તે માટે એક દિવસ મોરબી જીલ્લામાં કોઈપણ જગ્યાએ નોનવેજનું વેચાણ ન થાય તેના માટે જરૂરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News