મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર સમાજની માફી ન માંગનારા કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પીટીશન કરાઇ: ૧૯ મી એ સુનાવણી


SHARE











મોરબી પાટીદાર સમાજની માફી ન માંગનારા કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પીટીશન કરાઇ: ૧૯ મી એ સુનાવણી

કાજલ હિન્દુસ્તાની એ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ અને ઉધોગકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેથી કરીને મોરબીના પાટીદાર સમાજની કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી માંગ છેલ્લા એક મહિનાથી કરાઇ રહી છે તો પણ તેને માફી માંગી નથી ત્યારે મોરબીના મનોજ પનારાએ વકીલ મારફતે કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પીટીશન કરેલ છે અને તેની આગામી સુનાવણી તા ૧૯મી એપ્રિલે રાખવામાં આવી છે 

કાજલ હિન્દુસ્તાની દ્વારા પોતાના ભાષણમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના મુદ્દાને લઈને વાત કરવામાં આવતી હોય છે તેવી જ રીતે થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાનીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે સ્ટેજ ઉપરથી જે ભાષણ આપ્યું છે તેમાં મોરબીમાં જે ઘટના બની નથી તેવી વાત તેમના દ્વારા સ્ટેજ ઉપરથી કરવામાં આવી છે અને મોરબીની દીકરીઓ તેમજ ઉધોગકારોની બદનામી થાય તેવી હલકી કક્ષાની ટિપ્પણી કાજલ હિંદુસ્તાની દ્વારા કરવામાં આવી હોવાથી મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાન અને પાસના અગ્રણી મનોજભાઈ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ તા ૧૮ માર્ચના રોજ આપવામાં આવેલ હતી ત્યાર બાદ કલેકટરને રેલી યોજીને આવેદન પત્ર અને મોરબીમાં પાટીદારોની જાહેર સભા યોજાઇ હતી જેમા  કાજલ હિંદુસ્તાની પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી જો પાટીદાર સમાજની માફી કાજલ હિન્દુસ્તાની દ્વારા માંગવામાં આવી નથી તેવામાં મનોજભાઈ પનારા દ્વારા તેઓના વકીલ જયદીપભાઇ પાંચોટિયા મારફતે હાઇકોર્ટમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવા માટે થઈને પિટિશન કરવામાં આવેલ છે અને તેની આગામી સુનવણી તા ૧૯ મી એપ્રિલના રોજ રાખવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા મોરબી પોલીસને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવા માટે થઈને લેખિત અરજી ફરિયાદ મનોજભાઈ પનારા દ્વારા આપવામાં આવી હતી તેમ છતાં પણ પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવામાં આવી નથી અને કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની માફી માંગી નથી જેથી કરીને હવે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવા માટે થઈને હાઇકોર્ટમાં પીટીશન કરાઇ છે 




Latest News