મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે સર્વ હિન્દુ સમાજ-સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા-મહાઆરતીનું આયોજન


SHARE











મોરબીમાં આજે સર્વ હિન્દુ સમાજ-સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા-મહાઆરતીનું આયોજન

આજે રામનવમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવશે અને ત્યારે મોરબી શહેરમાં પણ રામનવમી નિમિતે સર્વ હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોને હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે

આજે તા ૧૭ ના રોજ રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં અને ગામોગામ ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબીમાં સર્કિટ હાઉસથી બપોરે ચાર વાગ્યેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા હિન્દુ વિજય યાત્રા નામ આપવામાં આવ્યું છે. અને આ વિજય યાત્રા સર્કિટ હાઉસથી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ મહારાણા પ્રતાપ સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસ સ્ટેશન, રામ ચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, બાપા સિતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાનજી, ગાંધી ચોક, શાક માર્કેટ ચોક, નહેરૂ ગેઈટ, ગ્રીન ચોક તઈ દરબારગઢ રામ મહેલ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાં રામ મહેલ મંદિરે ભવ્ય મહાઆરતી રાખવામા આવેલ છે આ શોભાયાત્રા અને મહાઆરતીમાં સનાતની હિન્દુ સંગઠનના હોદેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાશે તેવું હિન્દુ યુવા વાહિનીના કમલેશભાઈ બોરિચાએ માહિતી આપતા જણાવ્યુ છે અને વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, આજની શોભાયાત્રામાં રામનો રથ શણગારવામાં આવ્યો છે. તેમજ નાસિક ઢોલની ટીમ બોલાવામાં આવી છે. અને મોરબીના નહેરુગેઈટના ચોકમાં લાઈવ ઓરકેસ્ટ્રા રહેશે. તેમજ શોભાયાત્રાના રુટ ઉપર દરેક સર્કલે રામ ભગવાનના કટ આઉટ લગાવવામાં આવ્યા છે અને કાર્યકરો ભગવા ધ્વજ અને કેસરી ઝભ્ભા પહેરીને આ શોભાયાત્રામાં જોડાશે અને ઠેરઠેર શોભાયાત્રાનું જુદાજુદા સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવશે 




Latest News