વાંકાનેરમાં બંધ મકાનના તાળા તોડીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 1,12,000 ની ચોરી
મોરબીના પીપળીયા રેલવે સ્ટેશન પાસે ધર્માદાના રૂપિયા બાબતે યુવાનને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા
SHARE
મોરબીના પીપળીયા રેલવે સ્ટેશન પાસે ધર્માદાના રૂપિયા બાબતે યુવાનને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા
મોરબી તાલુકાના પીપળીયા ગામ પાસેથી રેતીની ગાડીઓ પસાર થતી હોય છે ત્યારે તે ગાડીના ચાલકો પાસેથી મંદિર ફરતે વંડો બનાવવા માટે ધર્માદાના કામ માટે રૂપિયા ઉઘરાવવા બે શખ્સોને રાખવામાં આવ્યા હતા જે પૈકીના એક શખ્સે બીજા પાસે પૈસા હોય તે રૂપિયાની માંગણી કરતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બે શખ્સોએ રૂપિયા માંગનારા યુાવનને પેટના ભાગે છરીના ઘા ઝીકી દિધા હતા જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં એક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના નીરૂબેનનગર વિસ્તારની અંદર રહેતા ફિરોજભાઈ હમજાનભાઈ કમોરા (33) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમભાઈ અલીયાસાઇ કમોરા અને અનવરભાઈ ઇકબાલભાઇ કમોરાની સામે તેના ભાઈને અબ્દુલભાઇ કમોરાને છરી મારી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ અબ્દુલભાઈ તથા આરોપી સલીમભાઈ બંને પીપળીયા ગામે મંદિર ફરતે વંડો બનાવવા સારું રેતીની ગાડીઓ ગામમાંથી નીકળે તેની પાસેથી ધર્માદાના રૂરિયા લાવે માટેનું કામ કરવા પૃથ્વીસિંહે હાજરીમાં રાખેલ હોય તે હાજરીના રૂપિયા સલીમ પાસેથી ફરિયાદીના ભાઈએ લેવાના બાકી હતા જેથી સલીમભાઈ પાસે રૂપિયાની માગણી કરી હતી ત્યારે અબ્દુલભાઈની સાથે સલીમભાઈ એ જપાજપી કરી હતી અને ત્યારબાદ સલીમભાઇએ અબ્દુલભાઈ ને પકડી રાખ્યા હતા અને અનવરભાએ તેને છરીના બે ઘા પડખાના ભાગે ઝીંકી દીધા માટે તેને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હાલમાં અબ્દુલભાઈના ભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમભાઈ અને અનવરભાઇની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ કરેલ છે.