મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી : જગતતાતને કનડતો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ


SHARE











મોરબી : જગતતાતને કનડતો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ

હાલમાં ખેડૂતો એટલે કે જગતનાતાતને કનડતા ખાતરના ભાવોમાં કમરતોળ ભાવ વધારાને લઇને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્રારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં ખેડૂતો પહેલા અનાવૃષ્ટિ અને પછી અતિવૃષ્ટિનો ભોગ બનેલ છે.ત્યારે સરકાર તરફથી તેઓને યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી અને ઉપરથી ખેડૂતોને જાણે કે મરવા માટે મજબુર કરવા હોય તેવી રીતે ખાતરના ભાવમાં પણ અસહ્ય વધારો કરવામાં આવેલ છે.ખાતરનો આ ભાવ વધારો ખેડૂતોના મૃત્યઘંટ સમાન સાબિત થશે.ખેડૂતો એક તો હેરાન છે અને ઉપરથી આ વધારો ખેડૂતોને વધારે પરેશાન કરનાર સાબિત થશે. ખેડૂતો પાયમાલ થઇ જશે અને સામાન્ય નાગરીકોને પણ અનાજ, શાકભાજી વગેરેમાં ભાવ વધારાનો સામનો કરવો પડશે.એક તો સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવવધારાથી પરેશાન છે અને હવે અનાજ તેમજ શાકભાજીના ભાવ વધારાનો ભોગ બનશે.આમ તો ચોમેર મોઘવારીએ મજા મૂકી છે. ગરીબ તેમજ સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું કઠીન બની ગયું છે.તેવામાં આ વધારો યોગ્ય નથી.માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરેલ છે કે આ ખાતરનો ભાવ વધારો પાછો ખેચવામાં આવે અને જો આવું કરવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખીને લોકહીત કાજે છુટકે જલદ આંદોલન કરવાની ફરજ પડશે. 






Latest News